રાજકોટ શહેરના અવધ બંગલોમાં આવેલા સ્વિમિંગ પુલમાં ક્રિકેટનો બોલ લેવા ગયેલો યુવક અકસ્માતે ડૂબી જતા મોત નીપજતા સાથી મિત્રો અને પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે. કોલેજીયન યુવક સવારે કોલેજમાં પરીક્ષા આપી સાથી છાત્રો સાથે અવધના ઢાળ પાસે ક્રિકેટ રમી રહ્યો હતો દરમિયાન બોલ અંદર જતા લેવા ગયો હતો. ત્યારે સ્વિમિંગ પુલ પાસે સેવાળ હોવાથી પગ લપસતા અંદર પડી જતા બનાવ બન્યો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મવડીમાં ઓમ નગરમાં જલારામ સોસાયટીમાં રહેતો અને વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતો ધર્મિન હિતેષભાઇ મોરિધરા (ઉ.વ.19)નો કોલેજીયન યુવાન આજે સવારે કોલેજેથી સાથી છાત્રો સાથે અવધના ઢાળ પાસે ક્રિકેટ રમતો હતો ત્યારે કોઈએ શોર્ટ મારતા બોલ અવધ બંગલામાં પડ્યો હતો. યુવક અંદર બોલ લેવા જતા બોલ સ્વિમિંગ પુલમાં તરતો હોવાનું જોતા લેવા માટે ગયો હતો પરંતુ ત્યાં સેવાળ હોવાથી પગ લપસી જતા યુવક સ્વિમિંગ પુલમાં પડી ગયો હતો. કેટલીક વાર સુધી બોલ લઇ ધર્મિન પાછો ન આવતા સાથી મિત્રો અંદર જોવા ગયા હતા ત્યાં સ્વિમિંગ પુલમાં ડૂબેલી હાલતમાં જોવા મળતા તાકીદે બહાર કાઢી 108ને જાણ કરી હતી. યુવકને મિત્રોએ સીપીઆર આપ્યા હોવા છતાં હ્દય ધબકતું ન થતા સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા સાથી મિત્રો સહિતનામાં ગમગીની પ્રસરી હતી.
ઘટનાની જાણ યુનિવર્સીટી પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર ધર્મિન વીવીપી એન્જીનીયરીંગ કોલેજમાં બી ટેકનો અભ્યાસ કરતો હતો અને આજે સવારે પરીક્ષા આપવા માટે ગયો હતો અને પેપર પૂરું કરી મિત્રો સાથે ક્રિકેટ રમવાનો પ્લાન કરતા અવધ બંગલો પાસે ક્રિકેટ રમતા હતા ત્યારે બનાવ બન્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં ઘેરો આક્રંદ સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application