BREAKING NEWS

ડુંગળીનું બિયારણ નિષ્ફળ જતા ખેડુતને રૂ.૫ લાખ વ્યાજ સાથે કંપનીએ ચૂકવવા જ પડશે

  • August 25, 2026 02:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાંકાનેર પંથકમાં ડુંગળીનું બિયારણ નિષ્ફળ જવા અંગે એક ખેડૂતના વળતરના દાવામાં રાજકોટ ગ્રાહક ફોરમ દ્વારા યુએસ બાયોટેક કંપનીએ ખેડૂતને રૂ. પાંચ લાખ ૭ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ છેક રાષ્ટ્રીય ગ્રાહક અદાલત સુધી કાયમ રહ્યો છે.આ અંગેની હકીકત મુજબ, વાંકાનેર ખાતે રહેતા માથકીયા ઈસ્માઈલભાઈ જલાલભાઈ દ્વારા રાણી-૯૯૯ ડુંગળીનું બિયારણ ખરીદીને વાવેતર કરવામાં આવ્યા બાદ તેમાં ડુંગળીનો પાક નિષ્ફળ ગયેલ હતો. જે બિયારણ નમુનો જુનાગઢ ખેતીવાડી પ્રયોગશાળામાં રજૂ કરાતા ડુંગળીના બિયારણમાં ખામી હોવા સંબંધે પ્રમાણપત્ર આપવામાં આવેલ હતું. આથી ખેડુતે માનસિક, શારિરીક, આર્થિક અને સમયની થયેલી નુકસાનીના વળતર માટેની ફરીયાદ ઈન્ડો યુ.એસ.બાયોટેક લિમિટેડ કંપની,અમદાવાદ સામે રાજકોટ જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં ધારાશાસ્ત્રી રામજીભાઈ માવાણીએ ખેડુત પક્ષે સુપ્રીમકોર્ટ, રાષ્ટ્રીય ગ્રાહક અદાલત તેમજ અન્ય અદાલતો દ્વારા આપવામાં આવેલ આદેશો અને જજમેન્ટો રજૂ કર્યા હતા. તેઓએ ખેડુતને થયેલ નુકશાની સાબિત કરી વળતરની રકમ મળવા દલીલો કરેલ હતી. તેમાં ગ્રાહક તકરાર નિવારણ આયોગના ન્યાયમૂર્તિ પી. સી. રાવલ, મેમ્બર એમ. એસ. ભટ્ટ અને કોકીલાબેન સચદેવે નુકશાની વળતર પેટે રૂા. ૫ લાખ ૭% ના વ્યાજ સાથે ખેડૂતને ચૂકવી આપવા અને દાવાના ખર્ચ પેટે રૂા.૫ હજાર ખેડુતને ચૂકવી આપવા આદેશ કરેલ હતો. રાજકોટ ગ્રાહક અદાલતના આદેશ સામે બિયારણ કંપની ઈન્ડો યુ.એસ.બાયોટેક દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અદાલત સુધી અપીલ કરવામાં આવી હતી. ઉપલી અદાલતોના બેંચના આદેશને સંપૂર્ણ રીતે માન્ય રાખેલ હતો. ખેડુત પક્ષે માવાણી લો-ફર્મના એડવોકેટ રમાબેન માવાણી, રામજીભાઈ માવાણી, અશોકભાઈ કોયાણી, પંકજભાઈ કોયાણી, મનોજભાઈ કોટડીયા રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application