વંથલી પંથકની યુવતીને રાજકોટમાં બ્યુટી પાર્લરમાં કામ અપાવવાના બહાને દંપતી સહીત ત્રણ વ્યક્તિએ દેહ વ્યાપારમાં ધકેલી દઈ લોહીનો વેપાર કરાવી કાળી કમાણી કરી હતી. બનાવ અંગે અંતે યુવતીએ પોલીસનું શરણ લેતા ભક્તિનગર પોલીસે દંપતી સહીત ત્રણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ વંથલી પંથકની અને હાલ હનુમાન મઢી પાસે તીરૂપતીનગરમાં રહેતી 20 વર્ષીય યુવતીએ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે હિરેન કિશોરભાઈ રૂડકીયા તેની પત્ની રિદ્ધિ અને હિરેનનો ભાઈ મયુર (તમામ રહે. મવડી પ્લોટ, બાપા સીતારામ ચોક, આદર્શ એવન્યુ,) નું નામ આપ્યું છે.
ફરિયાદમાં જણાવ્યું છે કે, એકાદ મહીનાથી પતિ સાથે રહે છે. વર્ષ ૨૦૨૪ માં જુનાગઢ ખાતે આઈ.ટી.આઈ.માં બ્યુટીપાર્લરનો કોર્સ કરતી હતી ત્યારે શાપરમાં રહેતો કૌટુંબિક ફઈનો દીકરો પરિચયમાં હોવાથી અવારનવાર જુનાગઢ ખાતે મળવા આવતો ત્યારે કહેતો હતો કે, તને રાજકોટમાં બ્યુટીપાર્લરનું કામ શોધી આપીશ. આથી યુવતીએ કામ શોધી આપવાનું કહેતા તેણે તેની પરિચિત અને બ્યુટી પાર્લરનું કામ કરતી રીધ્ધી રૂડકીયાની ઓળખાણ આપી હતી તા.૧૫/૧૧ ના હીરેન રૂડકીયા તેની પત્ની રીધ્ધી રુડકીયા તેની દીકરી સાથે અમારા ઘરે આવ્યા હતા અને મારા પિતા સાથે હિરેને વાત કરી કહ્યું હતું કે, તમારી દિકરીને અમારી ઘરે રાખીશુ અને મહીને રૂ.૧૫ હજાર પગા૨ આપીશુ. આ સમયે મારા પિતાને રૂ.૧૦ હજાર રોકડા રીધ્ધીબેને આપ્યા હતા.
એ જ દિવસે મને રાજકોટ સાથે લાવ્યા હતા. રાત્રીના બારેક વાગ્યે શાપર પહોંચતા મારા મિત્રને હિરેન શાપરથી સાથે લઈ અમને મિલપરા શેરી નં. ૧૪ માં એચ.આર.કીંગ હોટલમાં ઉતારી હિરેન અને તેની પત્ની બંને ઘરે ચાલ્યા ગયા હતા. બીજા દિવસે મિત્ર શાપર ચાલ્યો ગયો હતો અને સાંજે પરત આવ્યો હતો ત્યારે તેની સાથે હીરેન પણ હતો અને મને વાત કરી હતી કે, તારા મિત્ર સામે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં કેસ થયો છે અને જેલમાં જશે તેને છોડાવવા માટે વકીલ રાખવો પડશે અને અંદાજે ૪ લાખ રૂપીયા જેટલો ખર્ચ થશે તેમ વાત કરી હતી. અને આ પૈસા માટે હિરેનની પત્નીએ રિદ્ધિએ દેહ વ્યાપાર કરવાનું સમજાવતા કહ્યું હતું કે, દેહવેપારનો ધંધો કરવો હોય તો તેમાં સારા રૂપીયા મળશે, હું કસ્ટમર લઈ આવીશ અને જેટલું પેમેન્ટ આપશે તેમાંથી એક કસ્ટમરના રૂ.૨ હજાર આપીશ અને નાઈટના રૂ.૮ હજાર આપીશ તેમ વાત કરી હતી. મિત્રને છોડાવવો હોવાથી મેં રીધ્ધીબેનને હા પાડી હતી. રિદ્ધિ ફોન કરે અને જે હોટેલ અને રૂમ નંબર આપે ત્યાં કસ્ટમર સાથે શરીર સંબંધ બાંધવાના મેં
અને એજ રાત્રિથી એચ.આર.કીંગ હોટલમાં કામ શરૂ કરી દીધું હતું જે બાદ અન્ય હોટેલો પૈકી બસ સ્ટેન્ડ પાછળ આવેલ શિવ શકિત હોટલ અને ભુતખાના ચોક મોરીસ રેસ્ટોરન્ટ પાસે તેજ પેલેસ હોટલમાં જવાનું હોય ત્યારે હીરેન રૂડકીયાનો નાનો ભાઈ મયુર રૂડકીયા એકટીવામાં લઈ જતો અને જે પરત હોટલ લઈ આવતો હતો.
આ દેહવ્યપારના કામથી કંટાળી અંતે મેં રીધ્ધીબેનને ના પાડતા તે મને ઘરે મોકલી દેવાની ધમકી આપી આ વાત તારા પિતાને વાત કરી દઈશું તેમજ તારા તથા તારા મિત્રના સંબંધની જાણ પણ પરીવારને કરી દઈશું તેમ ધમકી આપતા હું ડરી ગઇ હતી. તા.૨૬/૦૨ ના મિત્ર જેલમાંથી છુટી જતા અમે હિરેન રૂડકિયાને ફોન કરી દેહવ્યાપારનું કામ કરવાની ના પાડી દીધી હતી આથી હિરેન અને તેની પત્ની રિદ્ધિ બંને કિંગ પેલેસ હોટેલમાં આવ્યા તા અને કામનો હીસાબ કરવાનું કહેતા આ બાબતે ઝઘડો થયો હતો અને કહેલ કે, અમારે કોઈપણ જાતના રૂપીયા તમને આપવાના થતા નથી અને જાહેરમાં જાતિ વિશે અપમાનિત કરી હતી
જે બાદ આ વાતનું સમાધાન થઇ ગયું હતું અને અઠવાડીયામાં હીસાબ કરી આપવાની હિરેને વાત કરી હતી. હીરેન રૂડકીયા આ હોટલ ભાડેથી ચલાવતો હતો જે ખાલી કરી દેતા મને તેના મિત્રની કાલાવાડ રોડ જડુસ હોટલ પાસે હોટલ નોવા શાઈનમા ત્રણ દિવસનું પેમેન્ટ કરી ત્યાં રહેવા માટે મોકલેલ હતી અને ત્રણ દિવસ બાદ દંપતી ફોન ઉપાડતા બંધ થઈ ગયા હતા અને હું મારા મિત્ર સાથે રહું છું સહિતની જાણ મારા ઘરે કરી દીધી હતી હતી.
યુવતીની ફરિયાદના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
250 જેટલા વ્યક્તિ પાસે શારીરિક શોષણ કરાવ્યું
યુવતીએ પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદમાં રીધ્ધીએ ત્રણ મહીનામાં આશરે ૨૫૦ જેટલા વ્યક્તિઓ સાથે શરીર સબંધ બાંધવા માટે જુદી જુદી હોટેલ સહિતની જગ્યાએ મોકલી હતી જેમાં ૨૮ જેટલી નાઈટ કરાવી હતી. આ બધાના પૈસા કયુઆર કોડ મારફતે લેવામાં આવતા હતા.