BREAKING NEWS

ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જોને ૬૦ દિવસનું અલ્ટીમેટમ અપાયું, વિદેશી સોદા પર સંકટ

  • November 24, 2026 12:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ભારતમાં ક્રિપ્ટોકરન્સીનો વ્યવસાય કરતા એક્સચેન્જોની મુશ્કેલીઓ વધી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની કાર્યવાહી બાદ ક્રિપ્ટો ઉદ્યોગના સ્વનિયામક સંગઠને તમામ એક્સચેન્જોને તેમના વ્યવસાય અને નાણાકીય લેવડદેવડની કાયદાકીય તપાસ કરવાની સલાહ આપી છે. આ માટે 60 દિવસનો સમય આપવામાં આવ્યો છે. ખાસ કરીને વિદેશી કંપ્નીઓ અને એક્સચેન્જો સાથે થતા ક્રિપ્ટો વ્યવહારોને લઈને કાયદાકીય અનિશ્ચિતતા વધી રહી છે.



હાલ ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જના ગ્રાહકોને સોદા પૂર્ણ કરવામાં ઘણી વખત વિદેશી કંપ્નીઓ અને એક્સચેન્જોની મદદ લેવી પડે છે. આ માટે વિદેશમાં નાણાં મોકલીને ક્રિપ્ટોકરન્સી ખરીદવામાં આવે છે. જોકે, વિદેશી મુદ્રા વ્યવસ્થાપ્ન કાયદો હેઠળ આવા વ્યવહારો માટે સ્પષ્ટ નિયમો નથી. આ જ કારણથી હવે આવા સોદાઓની કાયદાકીય સ્થિતિ અંગે સવાલો ઊભા થઈ રહ્યા છે. જો ક્રિપ્ટોને ચલણનો દરજ્જો આપવામાં આવે તો તેની નાણાકીય દેખરેખ પણ વધી શકે છે.



ક્રિપ્ટો ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો સરકાર પાસે ફેમા હેઠળ ક્રિપ્ટો વ્યવહારો માટે સ્પષ્ટ કાયદાકીય શ્રેણી નક્કી કરવાની માગ કરી રહ્યા છે. વિદેશમાંથી ક્રિપ્ટો ખરીદવા અને વેચવા માટે કાયદેસર નાણાકીય માર્ગ ઉપલબ્ધ કરાવવાની પણ માગ કરવામાં આવી છે.



બજારના નિષ્ણાતોના મતે, ક્રિપ્ટોને વિદેશી ચલણ, વિદેશી સિક્યોરિટી, ભારત બહાર આવેલી સંપત્તિ કે અન્ય નાણાકીય સાધન તરીકે ગણવામાં આવે છે તે અંગે સ્પષ્ટતા જરૂરી છે. હાલની અસ્પષ્ટતાને કારણે વિદેશ સાથે જોડાયેલા ક્રિપ્ટો વ્યવહારોમાં કાયદાકીય જોખમ ઊભું થઈ રહ્યું છે.



ક્રિપ્ટો એક્સચેન્જોની જાહેરાતો અને પ્રચાર સામગ્રી અંગે પણ સંગઠને વાંધો ઉઠાવ્યો છે. એક્સચેન્જોને ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝને સામાન્ય ક્રિપ્ટો રોકાણ તરીકે રજૂ કરીને પ્રચાર ન કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત જાહેરાતોમાં જોખમ અંગે સ્પષ્ટ માહિતી આપવી જરૂરી બનાવવામાં આવી છે.



નવા માર્ગદર્શક સૂચનો મુજબ ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝને ટેક્સ કે ટીડીએસથી મુક્ત ગણાવીને પ્રચાર કરી શકાશે નહીં. જાહેરાતોમાં એફઆઈયુ-ઇન્ડિયા દ્વારા લાઇસન્સ પ્રાપ્ત અથવા નિયંત્રિત’ હોવાનો દાવો પણ કરી શકાશે નહીં. ઓછા રોકાણથી મોટા સોદા કરવાની સુવિધાનો પ્રચાર કરતી વખતે જોખમની સ્પષ્ટ માહિતી આપવી પડશે.



નવેમ્બરની શરૂઆતમાં ઇડીએ ક્રિપ્ટો એક્સચેન્જ કોઈનડીસીએક્સ અને ડેલ્ટા એક્સચેન્જ સાથે જોડાયેલા ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જોને ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. ક્રિપ્ટો ડેરિવેટિવ્ઝ પ્લેટફોર્મ મારફતે કથિત રીતે થયેલા અનધિકૃત વિદેશી નાણાકીય વ્યવહારોના મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


નિષ્ણાતોનું માનવું છે કે ફેમામાં જરૂરી સ્પષ્ટતા અને સરળ પ્રક્રિયા ઉપલબ્ધ કરાવવામાં આવે તો ક્રિપ્ટો ઉદ્યોગને કાયદાકીય અનિશ્ચિતતામાંથી બહાર આવવામાં મદદ મળી શકે છે. સાથે જ નવા નિયમો લાગુ કરતી વખતે જૂના વ્યવહારો પર તેની પાછળથી અસર ન થાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application