BREAKING NEWS

ટ્રમ્પ્ની દખલગીરી, વેન્સની સિક્રેટ મિટિંગ અને જેન્સેન હુઆંગ ફરી બન્યા એનવિડીયાના સીઈઓ

  • November 24, 2026 01:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વિશ્વની અગ્રણી ચિપ ઉત્પાદક કંપ્ની એનવિડીયામાં મોટો ફેરફાર થયો છે. કંપ્નીના બોર્ડે રાજીનામું આપ્યાના માત્ર 11 દિવસમાં જ જેન્સેન હુઆંગને ફરીથી કંપ્નીના ચેરમેન, મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કયર્િ છે. ખાસ વાત એ છે કે આ નિર્ણયના માત્ર છ દિવસ પહેલાં જ બોર્ડના ચેરમેન હાર્વે જોન્સે સ્પષ્ટ કર્યું હતું કે હુઆંગને સીઈઓ તરીકે પાછા લાવવાની કોઈ યોજના નથી. જોકે, અનેક તબક્કાની ચચર્િ અને બેઠકો બાદ બોર્ડે સર્વસંમતિથી તેમની વાપસીનો નિર્ણય લીધો હતો.



આ સમગ્ર વિવાદની શરૂઆત અનેક મહિલાઓ સાથેના વિવાહેતર સંબંધો અને તેમાંથી એક મહિલા એલિસ હુઆંગ પર ચીનની જાસૂસી એજન્સી સાથે સંકળાયેલી હોવાના આરોપોથી થઈ હતી. અમેરિકાના અધિકારીઓનું માનવું હતું કે જેન્સેન હુઆંગને એલિસની કથિત જાસૂસી પ્રવૃત્તિઓ વિશે કોઈ જાણકારી નહોતી.



29 ઓક્ટોબરે ન્યૂયોર્ક ટાઇમ્સના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકાના અધિકારીઓ હોંગકોંગમાં રહેતી એલિસ હુઆંગને ચીનની ગુપ્તચર એજન્સીની એજન્ટ  એલિસ સિંગાપોરની કંપ્ની મેગાસ્પીડમાં અગાઉ એક્ઝિક્યુટિવ રહી ચૂકી હતી. આ કંપ્ની એનવિડીયાની ગ્રાહક પણ હતી. ઇલેક્ટ્રોનિક દેખરેખ દરમિયાન એલિસ અને જેન્સેન હુઆંગ વચ્ચેના નજીકના સંબંધોની માહિતી સામે આવી હતી.



8 નવેમ્બરે જેન્સેન હુઆંગે વિવાહેતર સંબંધોની વાત સ્વીકારી હતી. ત્યારબાદ કંપ્નીએ આ સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેના બીજા દિવસે ટ્રમ્પે કહ્યું હતું કે હુઆંગે તેમને જણાવ્યું હતું કે એલિસ જાસૂસ હોવાની તેમને કોઈ જાણકારી નહોતી. ટ્રમ્પે હુઆંગ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ ચીને જાસૂસીના આરોપોને ફગાવી દીધા હતા, જ્યારે મેગાસ્પીડે પોતાના વ્યવસાયને કાયદેસર ગણાવ્યો હતો.



12 નવેમ્બરે એનવિડીયાએ જાહેરાત કરી હતી કે જેન્સેન હુઆંગ તાત્કાલિક અસરથી ચેરમેન, સીઈઓ અને ડિરેક્ટર પદ છોડી રહ્યા છે. ત્યારબાદ કંપ્નીનાં મુખ્ય નાણાકીય અધિકારી (સીએફઓ) કોલેટ ક્રેસને વચગાળાના સીઈઓ બનાવવામાં આવ્યાં હતાં. આ ઘટનાને ટ્રમ્પે દુ:ખદ ગણાવી હતી. આ દરમિયાન એનવિડીયાના શેરમાં પણ 30 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો.



16 નવેમ્બરે ટ્રમ્પે ફરી એકવાર હુઆંગની વાપસીનું સમર્થન કર્યું હતું. જોકે, આ દરમિયાન અમેરિકાના વાણિજ્ય અને ન્યાય વિભાગે મેગાસ્પીડની તપાસની પુષ્ટિ કરી હતી. તપાસમાં ચીનને સંવેદનશીલ સેમિક્ધડક્ટર અને ચિપ્સની કથિત ગેરકાયદે સપ્લાયનો મુદ્દો સામેલ હતો.



18થી 20 નવેમ્બર દરમિયાન એનવિડીયાની મુશ્કેલીઓ વધી હતી. ચીનને મહત્વની ચિપ્સ પહોંચાડવાના મામલે અમેરિકામાં તપાસ તેજ થઈ હતી. 20 નવેમ્બરે કંપ્નીના શેરમાં ફરી મોટો ઘટાડો નોંધાયો હતો.
21 અને 22 નવેમ્બરે ટ્રમ્પે હુઆંગને બીજી તક આપવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમણે એનવિડીયાને અમેરિકા માટે અત્યંત મહત્વપૂર્ણ કંપ્ની ગણાવી હતી. આ દરમિયાન ન્યૂયોર્ક ટાઇમ્સના અન્ય એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ્ના સલાહકારોએ તેમને ઓછામાં ઓછા બે વખત એલિસના ચીનની જાસૂસી એજન્સી સાથેના કથિત સંબંધો વિશે માહિતી આપી હતી. જોકે, ટ્રમ્પે આ મામલે હસ્તક્ષેપ કર્યો નહોતો.



કંપ્નીની નિયમનકારી ફાઇલિંગ મુજબ, બોર્ડે 22 નવેમ્બરે જ હુઆંગને તાત્કાલિક અસરથી ફરી જવાબદારી સોંપવાનો નિર્ણય લીધો હતો, જેની સત્તાવાર જાહેરાત 23 નવેમ્બરે કરવામાં આવી હતી. હુઆંગે કહ્યું હતું કે ઔદ્યોગિક ક્રાંતિના નવા યુગની શરૂઆતમાં એનવિડીયા જેવી મહત્વપૂર્ણ ટેક્નોલોજી કંપ્નીનું નેતૃત્વ કરવા પરત ફરવું તેમના માટે સન્માનની વાત છે.ટ્રમ્પે પણ હુઆંગનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી.
23 નવેમ્બરે એનવિડીયાએ સત્તાવાર રીતે હુઆંગની વાપસીની જાહેરાત કરી હતી. આ સમાચાર બાદ કંપ્નીના શેરમાં 30 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હુઆંગનું સમર્થન કરતાં કહ્યું હતું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી. અમેરિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, જેન્સેન હુઆંગને ક્યારેય એવી કોઈ ચેતવણી આપવામાં આવી નહોતી કે વિદેશી ગુપ્તચર એજન્સીઓ તેમને નિશાન બનાવી શકે છે. આવી ચેતવણીને ’ડિફેન્સિવ બ્રીફિંગ’ કહેવામાં આવે છે. અધિકારીઓને એવું પણ લાગતું નહોતું કે હુઆંગને એલિસની કથિત જાસૂસી પ્રવૃત્તિઓની જાણ હતી.


હુઆંગ વિના કંપ્ની અનેક મહત્વના સોદા ગુમાવી શકે: ઈલોન મસ્ક
13 નવેમ્બરે અબજોપતિ ઈલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે હુઆંગને ફરી સીઈઓ બનાવવા માટે એક અરજી શરૂ કરવામાં આવી છે અને તેઓ પણ તેના પર હસ્તાક્ષર કરી રહ્યા છે. મસ્કના મતે હુઆંગ વિના કંપ્ની અનેક મહત્વના સોદા ગુમાવી શકે છે, કારણ કે કેટલાક મોટા સોદા લેખિત કરાર કરતાં હુઆંગ પરના વ્યક્તિગત વિશ્વાસના આધારે થયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application