BREAKING NEWS

જામનગર: કલ્યાણપુરના યુવાન પર લોખંડના પાઇપથી પ્રહાર

  • November 24, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કલ્યાણપુરના યુવાન પર લોખંડના પાઇપથી પ્રહાર 

ખેતરમાં પથ્થરો નાખવાનું મનદુ:ખ : મારી નાખવાની ધમકી દીધી 

કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામે રહેતા રામશીભાઈ માલદેભાઈ આંબલીયા નામના ૩૨ વર્ષના યુવાન સાથે બોલાચાલી કરી, લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડવા સબબ આ જ વિસ્તારમાં રહેતા ડાડુ ઉર્ફે જગા નથુભાઈ આંબલીયા નામના શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

ફરિયાદી રામશીભાઈ તેમના પિતાની માલિકીની જમીનમાં ટ્રેક્ટરથી ખેડ કરતા હતા. તે દરમિયાન આરોપી ડાડુ ઉર્ફે જગા આંબલીયાએ તેમના ખેતરના સેઢા ઉપર પડેલા પથ્થરો ફરિયાદી રામશીભાઈ ખેડ કરતા હતા તે ખેતરમાં નાખતા રામશીભાઈ આરોપીને સમજાવવા જતા તેણે કહ્યું હતું કે "જે ખેતરમાં મેં પથ્થરો નાખ્યા છે તે ખેતી જમીન મારી છે. તું આ પથ્થરો અહીંથી ઉપાડતો નહીં. નહીંતર તને જાનથી મારી નાખીશ" તેમ કહી, ગાળો કાઢીને લોખંડના પાઈપ વડે પગમાં ઈજાઓ પહોંચાડી હોવાનું આ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

જે અંગે કલ્યાણપુર પોલીસે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application