BREAKING NEWS

સામાકાંઠે ૧૯ લાખની આંગડિયા લૂંટમાં ફરાર સૂત્રધાર આશુ સહિત બે ઝડપાયા

  • November 24, 2026 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



શહરેના સામાકાંઠે આવેલી પ્રાઇમ આંગડીયા પેઢીના કર્મીને હથિયાર બતાવી રૂ.19 લાખ રોકડની ચકચારી લૂંટમા લાંબા સમયથી ફરાર મુખ્ય સૂત્રધાર આશુ સહિત બે આરોપીને મથુરાથી ઝડપી લેવામાં આવ્યાં છે. ગેંગસ્ટર એકટ, લૂંટ, હત્યા સહિતના અનેક ગુનામાં સંડોવાયેલ આશુ લાંબા સમયથી વેશ પલટો કરી ઇન્દોરમાં છુપાઈને રહેતો હતો. મથુરા આવતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધો હતો. આશુને આશરો આપ્નાર શખસને પણ પકડી લઈ ટ્રાનઝીસ્ટ રિમાન્ડથી કબ્જો લેવાયો હતો.



ન્યુ જાગનાથ-23 માં આવેલ વિષ્ણુ એપાર્ટમેન્ટમાં રહેતાં અલ્કેશભાઈ ગીરીશભાઈ દવે (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, પેડક રોડના ખૂણે, પટેલ વાડીની સામે આવેલી પ્રાઈમ આંગડીયા પેઢીમાં તે નોકરી કરે છે. બે શખસોએ તેમને હથિયાર બતાવી 19 લાખની રોકડ ભરેલો થેલાની લૂંટ હતી.



બનાવને લઇ પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય મંડલીક, ડીસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા અનડીટેકટ ગુન્હો તાત્કાલીક ડીટેકટ કરી આરોપીઓને વહેલીતકે પકડવાની આપેલી સુચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તુરંત તપાસ હાથ ધરી આરોપી રમઝાનઅલી ઉર્ફે રાજુ રાહુલ કુરબાનઅલી શેખ (ઉ.વ.32 રહે.નાગદા ચરાપોલે મસ્જીદપરા ગલી પરગણા, વેસ્ટ બંગાલ) ને વેસ્ટ બંગાલ ખાતેથી તેમજ આરોપી પ્રવીણ ખજીઓ (ઉ.વ.28 રહે.ઇન્દીરા વિકાસ કોલોની, નવાદા મથુરા ઉત્તરપ્રદેશ) ને મથુરા (ઉત્તર પ્રદેશ) ખાતેથી પકડી પાડી પાડ્યા હતાં.



જ્યારે લૂંટને અંજામ આપ્નાર આશુ ઉર્ફે આસ મોહંમદ અયુબ (રહે.ભાર્ગવા ગલી, ચોકબઝારક કોતવાલી ઉત્તરપ્રદેશ) અને અરુણ ઉર્ફે ઇલુ ખટીક બીશનસીંગ જગનસીંગ ખટીક (રહે.ભરતપુર રાજસ્થાન, હાલ વૃંદાવન) પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ હતી.



જે બાદ પીએસઆઈ એસ.એમ.રાણા અને ટીમે ફરાર આરોપીની વોચમાં હતી ત્યારે મળેલ ચોક્કસ બાતમીના આધારે આશમહમદ ઉર્ફે આશુ આયુબ કુરેશી (ઉ.વ.35, રહે. ચોક બજાર, ભાર્ગવ ગલી,કેશવપુરા થાના, કોતવાલી, મથુરા,ઉતરપ્રદેશ) અને વિજયકુમાર સુરેશચંન્દ્ર (ઉ.વ.26, રહે-નાવસા ગામ થાના મગોરા, મથુરા, ઉતરપ્રદેશ) ને આગ્રા (ઉતરપ્રદેશ) ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. જ્યારે હજું બાકી આરોપી અરુણ ઉર્ફે ઇલુ ખટીકની શોધખોળ યથાવત રાખી હતી.
આશુ લાંબા સમયથી વેશ પલટો કરી ઇન્દોરમાં છુપાઈને રહેતો હતો. દરમિયાન તે પોતાના ઘરે મથુરા આવતાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પહોંચી હતી. લૂંટ બાદ દિલ્લી પહોંચ્યા ત્યારે પકડાયેલ વિજયે તેમને મદદ કરી હોવાનું ખુલતાં તેની પણ ધરપકડ કરાઈ છે.


ઉલ્લેખનીય છે કે, આશુ ઉત્તરપ્રદેશનો ગેંગસ્ટર છે. તેમની પર ગેંગસ્ટર એકટ, હત્યા, લૂંટ, જીવલેણ હુમલા સહિતના ગંભીર પ્રકારના 23 ગુના નોંધાયેલ હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application