BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગમાં ‘બાંધકામ’ની બેદરકારી! પદાધિકારીઓ લાલઘૂમ

  • November 24, 2026 01:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ જિલ્લા પંચાયતના નવનિમર્ણિ પામી રહેલા નવા બિલ્ડિંગના બાંધકામમાં ગંભીર ક્ષતિઓ સામે આવતાં વહીવટી તંત્ર અને બાંધકામની કામગીરી સંભાળતા કોન્ટ્રાક્ટરની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. બિલ્ડિંગના નિમર્ણિની ગુણવત્તા અને કામગીરીની પ્રગતિ ચકાસવા માટે ગઈકાલે જિલ્લા પંચાયતના પ્રમુખ સંજય પીપળીયા, ઉપપ્રમુખ સામત બાંભવા, ચેરમેન સોજીત્રા, રાજા ચાવડા સહિત આશરે 15 જેટલા સભ્યોએ અચાનક સરપ્રાઈઝ વિઝિટ કરતાં બાંધકામની અનેક ક્ષતિઓ પદાધિકારીઓની નજરે પડી હતી.



આકસ્મિક મુલાકાત દરમિયાન બિલ્ડિંગના નિમર્ણિમાં ઉપયોગમાં લેવાઈ રહેલી રેતી, ઈંટો, સળિયા સહિતની બાંધકામ સામગ્રીની ગુણવત્તા સામે પદાધિકારીઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. પ્રાથમિક નિરીક્ષણમાં ઉપયોગમાં લેવાતું મટીરિયલ નબળી ગુણવત્તાનું જણાતાં પદાધિકારીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી. સરકારી નાણાંના ખર્ચે તૈયાર થઈ રહેલા આ મહત્વપૂર્ણ બિલ્ડિંગમાં જો શરૂઆતથી જ ગુણવત્તા સાથે બાંધછોડ થતી હોય તો ભવિષ્યમાં તેની મજબૂતાઈ અને ટકાઉપણા સામે પણ પ્રશ્નો ઊભા થઈ શકે છે.

બીજી તરફ, બિલ્ડિંગના નિમર્ણિ માટે નક્કી કરવામાં આવેલી સમયમયર્દિા પૂર્ણ થવા આવી છે, તેમ છતાં કામગીરી હજુ અધૂરી હોવાથી સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થવાની આશા પર પાણી ફરી વળ્યું છે. હાલની કામગીરીની ગતિ જોતાં બિલ્ડિંગ તૈયાર થવામાં હજુ છથી આઠ મહિના જેટલો વધારાનો સમય લાગી શકે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનો ઉધડો લીધો હતો. બાંધકામમાં ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં ચલાવી લેવાય તેવી સ્પષ્ટ ટકોર સાથે બાકી રહેલી કામગીરી ઝડપથી અને નિર્ધિરિત સમયમયર્દિામાં પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી હતી. ત્યારે આગામી સમયમાં જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ કેટલા સમયમાં તૈયાર થઈ લોક સેવામાં ખુલ્લું મૂકવામાં આવે છે તે જોવું રહ્યું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application