સોશિયલ મીડિયા કંપ્ની મેટાએ ભારતમાં વર્ષ 2026ના પ્રથમ છ મહિનામાં 54 લાખથી વધુ પોસ્ટ અને એકાઉન્ટ સામે કાર્યવાહી કરી છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ્સ પર સ્થાનિક કાયદાઓના આધારે આ પગલાં લેવામાં આવ્યાં છે. મેટાના પારદર્શિતા અહેવાલ પ્રમાણે આવી કાર્યવાહીની સંખ્યામાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. પ્રથમ ક્રમે ઇન્ડોનેશિયા છે.
મેટાના આંકડા પ્રમાણે ભારતમાં ફેસબુક પર આશરે 28.22 લાખ સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ઇન્સ્ટાગ્રામ પર આશરે 26.16 લાખ પોસ્ટ અને અન્ય સામગ્રી સામે પગલાં લેવાયાં હતાં. થ્રેડ્સ પર પણ 20 હજારથી વધુ સામગ્રી સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ ત્રણેય પ્લેટફોર્મ પર મળીને કાર્યવાહીનો આંકડો 54 લાખને વટાવી ગયો છે.
અહેવાલ પ્રમાણે આ કાર્યવાહીનો મોટો હિસ્સો સ્થાનિક કાયદાઓના આધારે કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા કંપ્નીઓને જુદાજુદા દેશોમાં ત્યાંના કાયદા અને નિયમોનું પાલન કરવું પડે છે. કોઈ સામગ્રી સ્થાનિક કાયદાનું ઉલ્લંઘન કરતી હોવાનું જણાય તો તેને દૂર કરવી અથવા તેની ઉપલબ્ધતા મર્યિદિત કરવી પડે છે.ભારતમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ સતત વધી રહ્યો છે. સમાચાર, મનોરંજન, રાજકીય ચચર્,િ વેપાર અને વ્યક્તિગત સંવાદ માટે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મનો વ્યાપક ઉપયોગ થાય છે. આથી સોશિયલ મીડિયા પર મૂકવામાં આવતી સામગ્રી સામેની કાર્યવાહી મોટી સંખ્યામાં વપરાશકતર્ઓિને અસર કરી શકે છે.
અહેવાલમાં વર્ષ 2025 દરમિયાન આવી કાર્યવાહીનો આંકડો આશરે 70 હજાર હોવાનું જણાવાયું છે.