BREAKING NEWS

‘રામાયણ’ માટે રહેમાને ૧૦ થી ૧૨ ફિલ્મો જતી કરી દીધી

  • November 24, 2026 02:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ત્રણ વર્ષ સુધી લગાતાર સમય આપીને સંગીત તૈયાર કર્યુંગીતકાર એ.આર. રહેમાને પોતાની કારકિર્દીનો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ માટે સંગીત તૈયાર કરવા તેમણે એક-બે નહીં, પરંતુ લગભગ 10થી 12 ફિલ્મોની ઓફર ઠુકરાવી દીધી હતી. આ ફિલ્મના સંગીત પાછળ તેમણે લગભગ ત્રણ વર્ષનો સમય આપ્યો છે. રહેમાને જણાવ્યું કે આ નિર્ણયથી તેઓ ખુશ છે અને તેમને તેના પર ગર્વ છે.



રહેમાને ફિલ્મના સંગીત તૈયાર કરવાની પ્રક્રિયા અંગે અનેક રસપ્રદ વાતો જણાવી હતી. તેમણે જર્મન સંગીતકાર હાન્સ ઝિમર સાથે મળીને આ ફિલ્મનું સંગીત તૈયાર કર્યું છે.



રહેમાને જણાવ્યું કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી ‘રામાયણ’ના સંગીત, તેની મુખ્ય ધૂન અને અન્ય રચનાઓ પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન કેટલીક રચનાઓનાં 12થી 13 જેટલાં અલગ-અલગ સંસ્કરણ તૈયાર કરવામાં આવ્યાં હતાં. ખાસ કરીને ‘રાવણ તાંડવ’ની ધૂનને અંતિમ સ્વપ આપવા માટે અનેક વખત ફેરફાર કરવા પડ્યા હતા. તેમણે કહ્યું કે આખરે એવી ધૂન તૈયાર કરવામાં આવી,


જે સમગ્ર ટીમને પસંદ પડી હતી. રહેમાનના જણાવ્યા અનુસાર, આ સમગ્ર સર્જનાત્મક પ્રક્રિયા ખૂબ જ સુંદર રહી હતી.
રહેમાને જણાવ્યું કે ‘રામાયણ’ના સંગીતમાં સંપૂર્ણપણે ધ્યાન કેન્દ્રિત કરવા માટે તેમણે લગભગ 10થી 12 ફિલ્મો છોડી દીધી હતી. આ ફિલ્મોની ઓફર કરનારા નિમર્તિાઓમાં અનેક મોટા નામો પણ સામેલ હતાં.

તેમણે કહ્યું હતું કે, ‘રામાયણ’ના કામમાં સંપૂર્ણપણે ડૂબી રહેવા માટે મેં લગભગ 10થી 12 ફિલ્મો છોડી દીધી. ઘણા મોટા અને મહત્ત્વના ફિલ્મ નિમર્તિાઓ સાથે કામ કરવાની તક પણ જતી કરી. મને આ નિર્ણય પર ગર્વ છે. ફિલ્મોની પસંદગી અંગે વાત કરતાં રહેમાને જણાવ્યું કે તેઓ માત્ર એ જ પ્રોજેક્ટ સ્વીકારે છે, જેમાં તેમને ખરેખર રસ હોય અને સર્જનાત્મક સંતોષ મળતો હોય. તેમના મતે, કોઈ પણ કામ કલાકારની સર્જનાત્મક ક્ષમતાને પોષે તે જરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application