BREAKING NEWS

ઓક્સફર્ડ જવા નીકળેલા સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર અટકાવાયો, વિવાદ

  • November 24, 2026 02:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોકરોચ જનતા પાર્ટીના નેતા અને પ્રવક્તા સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પરથી બ્રિટન જતાં અટકાવવામાં આવ્યા હોવાના આક્ષેપ્ને કારણે વિવાદ સર્જાયો છે. સૌરવ દાસના જણાવ્યા પ્રમાણે તેઓ ઓક્સફર્ડમાં કોકરોચ મૂવમેન્ટ વિશે વ્યાખ્યાન આપવા જઈ રહ્યા હતા, પરંતુ ઇમિગ્રેશન કાઉન્ટર પર તેમનો પાસપોર્ટ ચિહ્નિત કરવામાં આવ્યો હોવાનું જણાવીને તેમને વિમાનમાં બેસવા દેવામાં આવ્યા નહોતા. દાસે કેન્દ્ર સરકાર પર તેમની વિદેશયાત્રામાં અવરોધ ઊભો કરવાનો આક્ષેપ કર્યો છે.



સૌરવ દાસે સોશિયલ મીડિયા પર ઘટનાની વિગતો આપતાં જણાવ્યું હતું કે તેમની લંડન જતી ફ્લાઇટ રાત્રે એક વાગ્યાની હતી. તેઓ એરપોર્ટ પર પહોંચ્યા અને ઇમિગ્રેશન તપાસ માટે ગયા ત્યારે તેમને આગળ જતાં રોકવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે પાસપોર્ટ ચિહ્નિત કરવામાં આવ્યો હોવાથી તેમને વિદેશ જવાની મંજૂરી મળી નહોતી. જોકે પાસપોર્ટ શા માટે ચિહ્નિત કરવામાં આવ્યો હતો અને કયા અધિકારીના આદેશથી મુસાફરી અટકાવવામાં આવી હતી તે અંગે સત્તાવાર વિગતો સામે આવી નથી.



દાસે દાવો કર્યો છે કે તેમને ઓક્સફર્ડ ઉપરાંત કેમ્બ્રિજ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ અને એડિનબર્ગ જેવી જાણીતી શૈક્ષણિક સંસ્થાઓમાં કોકરોચ મૂવમેન્ટ અંગે ચચર્િ કરવા આમંત્રણ મળ્યાં હતાં. તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે સરકાર યુવાનોની બૌદ્ધિક ચચર્થિી શા માટે ડરે છે. તેમણે નીરવ મોદી અને વિજય માલ્યાનો ઉલ્લેખ કરીને પણ સરકાર સામે કટાક્ષ કર્યો હતો.


સૌરવ દાસે જણાવ્યું હતું કે આ ઘટનાથી તેમનું કામ અટકવાનું નથી. તેઓ ભવિષ્યમાં લંડન, પેરિસ સહિત અન્ય સ્થળોએ જવાનો પ્રયાસ ચાલુ રાખશે. કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ પણ દાસને સમર્થન આપ્યું છે. પક્ષે આક્ષેપ કર્યો છે કે શિક્ષિત યુવાનોના અવાજને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
આ ઘટનાએ વિદેશ પ્રવાસના અધિકાર અને વહીવટી નિયંત્રણ અંગે સવાલો ઊભા કયર્િ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application