નમિત મલ્હોત્રાની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’ને લઈને દર્શકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મના પ્રથમ ભાગને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળ્યા બાદ હવે સૌની નજર તેના બીજા ભાગ પર છે. ખાસ કરીને બીજા ભાગમાં હનુમાનજીની ભૂમિકા ભજવનારા સની દેઓલને જોવા માટે ચાહકો આતુર છે. આ દરમિયાન ફિલ્મના નિમર્તિા નમિત મલ્હોત્રાએ હનુમાનજીના પાત્રના મહત્ત્વ વિશે વાત કરી છે. સાથે જ નિર્દેશક નિતેશ તિવારીએ પણ જણાવ્યું છે કે આ મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે સની દેઓલની જ પસંદગી શા માટે કરવામાં આવી.
ફિલ્મના પ્રથમ ભાગમાં ભગવાન શ્રીરામ અને રાવણની કથા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. જોકે, બીજા ભાગમાં હનુમાનજીની ભૂમિકા કથાને નવી દિશા આપશે. હનુમાનજીનું પાત્ર માત્ર શક્તિનું પ્રતીક નથી, પરંતુ ભક્તિ, સમર્પણ, નિષ્ઠા અને નિ:સ્વાર્થ સેવાનું પણ પ્રતીક છે. આથી જ ફિલ્મના બીજા ભાગમાં આ પાત્રને વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે.
નિમર્તિા નમિત મલ્હોત્રાએ હનુમાનજીના પાત્ર વિશે વાત કરતાં તેમની સરખામણી આયર્ન મેન સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે હનુમાનજી આપણા અહીંના આયર્ન મેન જેવા છે, કારણ કે તેઓ લોકોના સૌથી પ્રિય પાત્રોમાંના એક છે. ફિલ્મનો બીજો ભાગ પ્રથમ ભાગ કરતાં પણ વધુ ભવ્ય અને રોમાંચક બનવાનો છે. તેમાં હનુમાનજીની ભૂમિકા કથાને આગળ ધપાવવામાં મહત્ત્વની રહેશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હનુમાનજીના પરિચયને પ્રથમ ભાગમાં મર્યિદિત રાખવાનો નિર્ણય યોગ્ય રહ્યો છે. હવે બીજા ભાગમાં દર્શકોને આ પાત્રનું સંપૂર્ણ સ્વપ જોવા મળશે.
હનુમાનજીની ભૂમિકા માટે સની દેઓલની પસંદગી અંગે નિર્દેશક નિતેશ તિવારીએ રસપ્રદ વાત જણાવી હતી. તેમના મતે, આ પાત્ર માટે એવા અભિનેતાની જર હતી, જેની અંદર નિર્દોષતા અને સરળતા હોય, પરંતુ જર પડે ત્યારે તે અત્યંત શક્તિશાળી સ્વપ પણ ધારણ કરી શકે. નિતેશ તિવારીએ કહ્યું હતું કે, અમને એવા અભિનેતાની જર હતી, જેની અંદર નિર્દોષતા હોય, પરંતુ જ્યારે હનુમાનજી ક્રોધિત થાય ત્યારે પર્વતો પણ ધ્રૂજવા લાગે. આ જ કારણથી અમે સની દેઓલની પસંદગી કરી. તેઓ એવા અભિનેતા છે, જે આ અમર પાત્ર સાથે સંપૂર્ણ ન્યાય કરી શકે છે.
નિર્દેશકના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે સની દેઓલના વ્યક્તિત્વના બે અલગ પાસાંને ધ્યાનમાં રાખીને તેમને આ ભૂમિકા સોંપવામાં આવી છે. એક તરફ તેમની સાદગી અને નિર્દોષતા છે, તો બીજી તરફ પડદા પર તેમનું શક્તિશાળી વ્યક્તિત્વ અને પ્રભાવશાળી અભિનય છે.