BREAKING NEWS

સાઉદી અરેબિયાની ફ્લાઇટો ૩૦ સુધી રદ એર ઇન્ડિયાનો મુસાફરો માટે મોટો નિર્ણય

  • November 24, 2026 02:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે સાઉદી અરેબિયાનાં ત્રણ મહત્વનાં શહેરો માટેની ફ્લાઇટ સેવાઓ 30 નવેમ્બર સુધી સ્થગિત કરી છે. રિયાધ, જેદ્દાહ અને દમ્મામ આવતીજતી ફ્લાઇટો રદ કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે સાઉદી અરેબિયા જવા અથવા ત્યાંથી ભારત પરત ફરવાની યોજના ધરાવતા મુસાફરોને અસર થઈ છે. બંને એરલાઇન્સે અસરગ્રસ્ત મુસાફરો માટે ટિકિટની તારીખ બદલવાની સુવિધા જાહેર કરી છે.



એરલાઇન્સના જણાવ્યા પ્રમાણે મધ્યપૂર્વની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુસાફરો અને વિમાનની સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. રિયાધ, જેદ્દાહ અને દમ્મામ સાઉદી અરેબિયાનાં મહત્વનાં શહેરો છે. ભારતથી મોટી સંખ્યામાં લોકો નોકરી, વ્યવસાય, ધાર્મિક પ્રવાસ અને પરિવારજનોને મળવા માટે આ શહેરોમાં જતા હોય છે.



જે મુસાફરોએ 23 નવેમ્બર અથવા તે પહેલાં ટિકિટ બુક કરાવી હતી અને જેમની મુસાફરી 30 નવેમ્બર સુધી નિર્ધિરિત હતી, તેમને રાહત આપવામાં આવશે. આવા મુસાફરો ઉપલબ્ધ બેઠકોના આધારે કોઈ વધારાના શુલ્ક વિના મુસાફરીની તારીખ બદલી શકશે. ટિકિટમાં ફેરફાર કરવા માટે મુસાફરોએ એરલાઇન્સની સત્તાવાર વ્યવસ્થાનો ઉપયોગ કરવાનો રહેશે.


સાઉદી અરેબિયામાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો વસે છે. તેમાં રોજગારી માટે ગયેલા કામદારો, વ્યાવસાયિકો અને તેમના પરિવારજનોનો સમાવેશ થાય છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application