દુનિયાની અગ્રણી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ ઉત્પાદક કંપ્ની એનવિડિયામાં જેન્સન હુઆંગની વાપસીએ અમેરિકાના શેરબજારમાં જબરદસ્ત તેજી સજીર્ છે. કંપ્નીના મુખ્ય કાર્યકારી અધિકારીપદેથી રાજીનામું આપ્યાના માત્ર 11 દિવસ બાદ હુઆંગ ફરી એ જ પદે નિયુક્ત થયા છે. સોમવારે અમેરિકાનું શેરબજાર ખૂલતાં જ એનવિડિયાના શેરમાં આશરે 30 ટકાનો ઉછાળો આવ્યો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે હુઆંગને પાછા લાવવા માટે તેમણે પોતે કંપ્નીના ડિરેક્ટરોને મનાવ્યા હતા.
જેન્સન હુઆંગે 12 નવેમ્બરે એનવિડિયાના મુખ્ય કાર્યકારી અધિકારીપદેથી રાજીનામું આપ્યું હતું. તેમના અંગત સંબંધોને લગતા વિવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે ઊભા થયેલા સવાલો બાદ આ નિર્ણય લેવાયો હતો. હુઆંગના એક મહિલા સાથેના સંબંધો અંગે અહેવાલો બહાર આવ્યા હતા અને તે મહિલાને ચીનની ગુપ્તચર સંસ્થાઓ સાથે સંબંધ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે ચીને આ આરોપોને નકારી કાઢ્યા છે. આરોપો અંગે તપાસ ચાલુ હોવાનું જણાવાયું છે.
એનવિડિયાના ડિરેક્ટર મંડળે હવે સવર્નિુમતે હુઆંગને ફરી કંપ્નીના પ્રમુખ, મુખ્ય કાર્યકારી અધિકારી અને ડિરેક્ટર બનાવવાનો નિર્ણય લીધો છે. અગાઉ ડિરેક્ટર મંડળે તેમની વાપસીની શક્યતા નકારી કાઢી હોવાના અહેવાલો આવ્યા હતા. આથી થોડા દિવસમાં લેવાયેલો નવો નિર્ણય મહત્વનો માનવામાં આવે છે.
હુઆંગની વાપસીની જાહેરાત બાદ એનવિડિયાનો શેર સોમવારે 167.04 ડોલરના ભાવે ખૂલ્યો હતો. તેમાં આશરે 30 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ તેજીની અસર અમેરિકાની અન્ય ટેકનોલોજી કંપ્નીઓના શેરો પર પણ પડી હતી. નાસ્ડેક સૂચકાંકમાં આશરે પાંચ ટકાની તેજી જોવા મળી હતી. જોકે અગાઉના એક મહિનામાં એનવિડિયાના શેરમાં 20 ટકાથી વધુ ઘટાડો થયો હતો.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમણે એનવિડિયાના ડિરેક્ટરો સાથે સીધી વાતચીત કરી હતી. હુઆંગની વાપસીથી અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાને કોઈ જોખમ નહીં થાય તેવી ખાતરી તેમણે આપી હતી. ટ્રમ્પે હુઆંગને અમેરિકાની રાષ્ટ્રીય સંપત્તિ સમાન ગણાવ્યા હતા.
એનવિડિયા સામે હવે બે મહત્વના પડકાર છે. એક તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિપ્ના વિશ્વબજારમાં