BREAKING NEWS

ખંભાળિયા: પોલીસ ભરતીની પરીક્ષા બાબતે બોલાચાલી થતા યુવાન પર હુમલો

  • November 24, 2026 01:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા: પોલીસ ભરતીની પરીક્ષા બાબતે બોલાચાલી થતા યુવાન પર હુમલો

ફ્રિજ, કબાટ તેમજ મોટરકારમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી 
​​​​​​​
ખંભાળિયા તાલુકાના દખણાદા બારા ગામે રહેતા યુવરાજસિંહ ભીખુભા રાઠોડ નામના ૨૬ વર્ષના વિદ્યાર્થી યુવાન અન્ય સાહેદ મુકેશસિંહ સાથે પોલીસ ભરતીની પરીક્ષા આપવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેમની સાથે તૈયારી કરતા મયુરસિંહ ભીખુભા રાઠોડએ પરીક્ષા આપવા બાબતે બોલાચાલી કરી, આરોપી મયુરસિંહે સાહેદ મુકેશસિંહના ઘરમાં પ્રવેશ કરી, અહીં ફ્રિજ, કબાટ તેમજ મોટરકારમાં તોડફોડ કરી નુકસાની પહોંચાડી હતી.
​​​​​​​
આટલું નહિ, આરોપીએ છરી વડે હુમલો કરી ઇજાઓ કર્યાની ફરિયાદ સલાયા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે બીએનએસ અને જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application