BREAKING NEWS

જામનગર: પંચેશ્ર્વર ટાવર પાસે શરાબની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

  • November 24, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પંચેશ્ર્વર ટાવર પાસે શરાબની બોટલો સાથે બે શખ્સ ઝડપાયા

શહેરના ભીમવાસમાં દારૂના ૩૨ ચપટા સાથે એકની અટક 

જામનગરના પંચેશ્ર્વર ટાવર પાસે બે શખ્સોને ઇંગ્લીશ દારૂની ૩ બોટલ સાથે પકડી લેવામાં આવ્યા હતા, જયારે ભીમવાસ વિસ્તારમાંથી એક શખસ દારૂના ૩૨ ચપલા સાથે ઝપટમાં આવ્યો હતો, ઉપરાંત દરેડ ગોડાઉન પાસેથી ઇંગ્લીશ દારૂ સાથે એકની અટક કરવામાં આવી હતી.

જામનગરના મંગલધામ શેરી નં. ૪માં રહેતા સોલાર વાયરીંગનો ધંધો કરતા બિપીન પ્રભુ નંદા અને લાવડીયા ગામમાં રહેતા બોરવેલના ધંધાર્થી યોગેશ મુકેશ ભદ્રા આ બંને શખ્સોને ઇંગ્લીશ દારૂની ૩ બોટલ તથા મોબાઇલ મળી કુલ ૧૦૧૫૦ના મુદામાલ સાથે શહેરના પંચેશ્ર્વર ટાવર રોડ પરથી સીટી-એ ડીવીઝન પોલીસે પકડી લીધા છે અને બંનેની સામે પ્રોહીબીશન મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.

બીજા દરોડામાં જામનગરના ભીમવાસ શેરી નં. ૩માં રહેતા વેપાર કરતા અજય નરશી બાંભણીયા નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૩૨ ચપલા કિ. ૯૬૦૦ના મુદામાલ સાથે ભીમવાસ વિસ્તારમાંથી સીટી-બી પોલીસે પકડી લીધો હતો.

વધુ એક દરોડામાં જામનગર તાબેના વાવબેરાજા વાડી વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ નિરૂભા જાડેજા નામના શખ્સને ઇંગ્લીશ દારૂ ૩૦૦ મીલી લઇને દરેડ એફસીઆઇ ગોડાઉન વિસ્તારમાંથી નીકળતા પોલીસે પકડી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application