BREAKING NEWS

ખાદ્યતેલ રસોડાનું બજેટ બગાડશે, ભાવ ૧૬% વધ્યા

  • November 24, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

      
 

ભારતમાં ખાદ્યતેલની આયાત પાછળ થતો ખર્ચ વધીને રૂ. બે લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. દેશની જરૂરિયાતનું લગભગ 60 ટકા ખાદ્યતેલ વિદેશથી ખરીદવું પડતું હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધવાની સીધી અસર ભારતીય ગ્રાહકો પર પડી રહી છે. છેલ્લા એક વર્ષમાં ખાદ્યતેલના છૂટક ભાવમાં 13થી 16 ટકા સુધીનો વધારો નોંધાયો છે. ખાદ્યતેલની આયાત પાછળનો ખર્ચ હવે કેન્દ્ર સરકારના કૃષિ અને સંબંધિત ક્ષેત્રોના બજેટ કરતાં પણ વધી ગયો છે.



સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના આંકડા પ્રમાણે નવેમ્બર 2025થી ઓક્ટોબર 2026 સુધીના તેલ વર્ષ દરમિયાન ભારતે વનસ્પતિ તેલની આયાત પાછળ અંદાજે રૂ. બે લાખ કરોડનો ખર્ચ કર્યો હતો. ડોલરમાં આ ખર્ચ આશરે 21 અબજ ડોલર ગણાવવામાં આવ્યો છે. અગાઉના ખાદ્યતેલ રસોડાનું બજેટવર્ષની સરખામણીએ આયાત ખર્ચમાં 24 ટકાનો વધારો થયો છે.



આ સમયગાળા દરમિયાન ખાદ્યતેલની આયાતનું પ્રમાણ વધીને 1.69 કરોડ ટન થયું હતું. અગાઉના વર્ષની સરખામણીએ જથ્થામાં છ ટકાનો વધારો થયો છે. એટલે આયાતનું પ્રમાણ છ ટકા વધ્યું હોવા છતાં ખર્ચ 24 ટકા વધ્યો છે. આ તફાવત દશર્વિે છે કે આંતરરાષ્ટ્રીય ભાવવધારો અને અન્ય ખર્ચની અસર નોંધપાત્ર રહી છે.



ભારત પામ તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલની મોટા પ્રમાણમાં આયાત કરે છે. પામ તેલ મુખ્યત્વે ઇન્ડોનેશિયા અને મલેશિયાથી આવે છે. સોયાબીન તેલ માટે આર્જેન્ટિના અને બ્રાઝિલ મહત્વના સપ્લાયર છે, જ્યારે સૂર્યમુખી તેલ રશિયા અને યુક્રેનથી આયાત કરવામાં આવે છે.



ભારતમાં મગફળી, સરસવ, સોયાબીન, તલ અને નાળિયેર જેવા તેલીબિયાંનું ઉત્પાદન થાય છે. છતાં સ્થાનિક ઉત્પાદન વધતી માંગને પહોંચી વળતું નથી. આથી વિદેશી આયાત પર નિર્ભરતા જળવાઈ રહી છે. છેલ્લા બે દાયકામાં ખાદ્યતેલની આયાતનું પ્રમાણ લગભગ ત્રણ ગણું થયું છે, જ્યારે આયાત ખર્ચ આશરે 15 ગણો વધી ગયો છે.



વર્ષ 2026-27ના કેન્દ્રીય બજેટમાં કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે રૂ. 1.63 લાખ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેની સામે ખાદ્યતેલની આયાત પાછળનો અંદાજિત ખર્ચ રૂ. બે લાખ કરોડ છે. જોકે બંને આંકડાનો હેતુ જુદો છે. એક સરકારી બજેટની ફાળવણી છે, જ્યારે બીજો દેશનો કુલ આયાત ખર્ચ છે.


ખાદ્યતેલના ભાવ વધવાથી સામાન્ય પરિવારનું રસોડાનું બજેટ વધે છે. રેસ્ટોરન્ટ, નાસ્તા ઉત્પાદકો અને ખાદ્યપદાર્થ બનાવતા ઉદ્યોગોનો ખર્ચ પણ વધે છે. આથી ખાદ્યતેલની મોંઘવારીની અસર અન્ય ખાદ્યપદાર્થોના ભાવ સુધી પહોંચી શકે છે.
                 
 
                                                                  
                                       
  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application