ગોંડલ પંથકમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીંના એક ગામમાં રહેતી મૂકબધીર પરિણીતા પર દરજીકામ કરતા શખસે ઘરે ધસી જઈ પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી બદકામ કર્યું હતું. બનાવને લઇ ગોંડલ તાલુકા પોલીસે દુષ્કર્મની કલમો હેઠળ ગુનો નોંધી નરાધમને સકંજામાં લીધો હતો.
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, પીડિતાના પતિએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગીરીશ ભીખુભાઇ જેઠવા (ઉવ 41) નું નામ આપતાં જણાવ્યું હતું કે, તેમની પત્નિ દિવ્યાંગ (મૂક-બધીર) છે. તેમને સંતાનમાં બે બાળકો છે. ગઈકાલે તા.18 ના રોજ ફરિયાદી કામ અર્થે બહાર ગયા હતા. ત્યારે મોટાભાઈએ ફોન કરી ઘરે બોલાવી પત્નિ સાથે ગામમાં જ રહેતા ગિરીશ જેઠવાએ દુષકૃત્ય કર્યા અંગે જાણ કરી હતી. જે મામલે ફરિયાદીએ પત્નિ સાથે વાતચીત કરતા તેણીએ સાંકેતિક ભાષામાં આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, તેણી ગઈકાલે ઘરમાં એકલી હતી. ત્યારે ગામમાં દરજી કામ કરતા શખસ ગિરીશ જેઠવાએ ઘરે ધસી આવી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારી લીધું હતું. દરમિયાન જેઠ ઘરે આવી જતાં ગિરીશ જેઠવા નાસી ગયો હતો.
સમગ્ર મામલે પીડિતાના પતિએ ફરીયાદ આપતાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઈ યુ.આર.ડામોર અને પીએસઆઈ જી.બી.જાડેજા સહિતે દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી હવસખોર શખ્સની અટકાયત કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application