BREAKING NEWS

જામનગર આમ આદમી પાર્ટીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુકંપ

  • October 24, 2026 10:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આમ આદમી પાર્ટીમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે ભુકંપ
​​​​​​​

જામનગર આમ આદમી પાર્ટીની શહેર સમિતિ તાત્કાલિક અસરથી બરખાસ્ત


જામનગરમાં આમ આદમી પાર્ટીના સંગઠનમાં એક મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના ઉચ્ચ નેતાઓ દ્વારા લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, જામનગર આમ આદમી પાર્ટીની સમગ્ર શહેર સમિતિને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરી દેવામાં આવી છે. સંગઠનને નવો આકાર આપવા અને આગામી રણનીતિને ધ્યાનમાં રાખીને પ્રદેશ નેતૃત્વ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો હોવાની ચર્ચા પક્ષના વર્તુળોમાં ચાલી રહી છે. આ પગલાં બાદ હવે જામનગરમાં આમ આદમી પાર્ટીના નવા સંગઠન માળખા અને નવી જવાબદારીઓની જાહેરાત તરફ સૌની નજર મંડાયેલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application