BREAKING NEWS

ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા ૪.૮૫ કરોડના દારૂ દરોડાના ઘેરા પડઘા, PI, PSI સહિત 5 પોલીસકર્મી સસ્પેન્ડ

  • February 21, 2026 02:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ગુજરાતના ઇતિહાસનો સૌથી મોટો દારૂ અંગેનો દરોડો કચ્છ ભુજ ના વડવાળા વિલેજમાં પાડી દારૂના કટીંગ વેળાએ ત્રાટકી 4.85 કરોડનો 56088 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી કરોડોનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી 23 આરોપીના નામ ખોલાવતા ઘેરા પડઘા બાદ રેન્જ આઈ જી દ્વારા આકરી કાર્યવાહી કરી તાત્કાલિક અસરથી પધ્ધર પોલીસ મથકના પીઆઇ, પીએસઆઇ સહિતની ટીમને સસ્પેન્ડ કરી જવાનોની હેડ ક્વાટર ખાતે બદલી તેમજ ક્રાઈમ બ્રાન્ચ ના પીઆઈ પીએસઆઇને પણ લીવ રીજર્વમાં બદલી કરી ફેંકી દેતા ચકચાર જાગી છે.


એસએમસી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ગુજરાત,સૌરાષ્ટ્ર કચ્છ,કાઠીયાવાડમાં દારૂની હેરાફેરી અટકાવવા એસએમસીના વડા નિર્લિપ્ત રાયની સુચના અને યુવા એસ.પી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ એસએમસીના પીએસઆઇ એસવી ગળચર અને ટીમ ભુજ ના વડવાળા વિલેજ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો.


વડવાળા વિલેજમાં બે આરોપી રાપરના જશરામ જાગાભાઈ ભરવાડ, અને મેઘપર બોરીચીના વિશાલ બિરેન કરમાંકમ,ને ઝડપી 56088 બોટલ વિદેશી દારૂ કિંમત રૂપિયા 4.85 કરોડ,તેમજ વાહનો સહિત 5,09 કરોડનો મુદ્દામાલ કબજે કરી 23 જેટલા લીસ્ટેડ બુટલેગર સહિતના આરોપીઓના નામ ખુલ્યા હતા,આ દારૂ લિસ્ટેડ બુટલેગર ભુજ ના ખેરા ગામના અનુપસિંહ અભેસિંહ રાઠોડ અને ગાંધીધામના લીસ્ટેડ બુટલેગર દેવેન્દ્ર ઉર્ફે દેવો ખોટીદાસ કાપડીએ મંગાવ્યો હોવાનું ખુલતા અંજારના શિવરાજ વિરમ ગઢવી સહિત 23 આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.


આ દરોડાના ઘેરા પડઘા પડ્યા બાદ કચ્છ રેન્જ આઇ.જી ચિરાગ કોરડીયા દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ પીએસ આઇની લીવ રિઝર્વમાં તેમજ પધ્ધર પોલીસ મથકના પીઆઇ પીએસઆઇ સહિતના જવાનોને સસ્પેન્ડ કરી જવાનોની હેડ ક્વાટર ખાતે બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ફાફડાટ ફેલાઈ ગયો છે.


રેન્જ આઇજી દ્વારા આ અધિકારી જવાનોની બદલી- સસ્પેન્ડ કરાયા

રેન્જ આઈ જી ચિરાગ કોરડીયા એ પધ્ધર પોલીસ મથકના પીઆઇ એ જી પરમાર, પીએસઆઇ વાય એસ ઝાલાને સસ્પેન્ડ કર્યા બાદ એ.એસ.આઇ મહેન્દ્રસિંહ જાડેજા એએસઆઈ મહિપાલસિંહ હેડ કોસ્ટેબલ નિલેશ પુનાભાઈને પણ સસ્પેન્ડ કરી હેડ ક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી હતી. અને લોકલ ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ એ એમ મકવાણા અને પી.એસ.આઇ જાદવની લીવ રિઝર્વ માં બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application