BREAKING NEWS

ઉપલેટાના ધોરાજી રોડ ઉપર નગરપાલિકા દ્વારા વીજ થાંભલા નાખવા કારખાનેદારોની માગ

  • August 19, 2026 01:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઉપલેટાના નાગનાથ ચોકથી ઉપલેટા બાયપાસ સુધીના કારખાનેદારોએ નગરપાલિકા દ્રારા વીજપોલ ઉભા કરી અજવાળું પાથરવા માગ ઉઠાવી છે.
શહેરના ધોરાજી જવાના રસ્તે સૂર્યેાદય પેટ્રોલિયમવાળા રોડ ઉપર સાંજના સમયે વીજળીના થાંભલા ન હોવાથી ખેતમજૂરો વાડીએ જતા ખેડૂતો, કારખાનેદારો, નાના–મોટા પ્લાસ્ટિકના ધંધાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ રોડ પર વીજળી ન હોવાથી સાંજ પડતા જ અંધારા છવાઈ જાય છે. એકલદોકલ માણસને ચાલીને જવું હોય તો જાનના જોખમે જવું પડે છે. અગાઉ રોડ ઉપર લૂંટ અને ચોરીની ઘટનાઓ અને સાયકલસવાર, રાહદારીઓ અકસ્માતનો ભોગ બની જીવ ગુમાવ્યા છે ત્યારે ફરી પાછી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે નગરપાલિકાને જોઈ યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઈએ.
મોજ નદીના પૂલથી ઉપલેટા બાયપાસ સુધી નગરપાલિકા દ્રારા વીજળીના પોલ તાત્કાલિક ઉભા કરી આગામી જન્માષ્ટ્રમી, નવરાત્રી, દિવાળી જેવા તહેવારો ઉપર આ રોડ ઉપર મજૂર વર્ગ અને કારખાનેદારોની અવરજવર વધુ પ્રમાણમાં રહેતી હોય છે ત્યારે આ વિસ્તારના ઈન્ડસ્ટ્રીયલ ધારકોની બુલદં માગ ઉઠાવી વીજપોલ નાખવા માગણી કરી છે. જો આગામી દિવસોમાં નગરપાલિકા યોગ્ય કાર્યવાહી નહીં કરે તો જન આંદોલનના મંડાણ કરી નગરપાલિકાનો ઘેરાવ કરવા ચિમકી ઉચ્ચારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application