BREAKING NEWS

સુદામા મંદિરે આવતા પ્રવાસીઓની સુવિધાઓ વધારવા થઇ માંગ

  • January 07, 2026 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના સુદામા મંદિર આવતા પ્રવાસીઓની સુવિધાઓ વધારવા માંગ થઇ છે.
માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત દ્વારા પોરબંદર મહાનગરપાલિકાને અમુક મહત્વના સુચનો કરવા આવ્યા હતા જેમાં સુદામા મંદિર દર્શન કરવા આવતા પ્રવાસીઓને પાર્કિંગ ઝોન શુદ્ધ પીવાનું પાણી આઇકોનિક ટોયલેટ સુંદર ગાર્ડન અને સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડની પ્રાથમિક સુવિધાઓ આપવા માટે માચ્છીમાર એકતા સમિતિ ગુજરાતના ચેરમેન અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા પોરબંદર મહાનગરપાલિકાના કમિશ્નર હસમુખભાઈ પ્રજાપતિ અને પોરબંદર જિલ્લા કલેક્ટર  એસ ડી ધાનાણીને આવેદન પત્ર આપવામાં આવ્યુ હતુ. 
જેમાં ભગવાન શ્રીકૃષ્ણના બાલ સખા સુદામાજીના મંદિર દર્શન કરવા આવતા પ્રવાસીઓ માટે શુદ્ધ પીવાનું પાણી સ્વચ્છ સુંદર ગાર્ડન આઇકોનિક ટોયલેટ બાથરૂમ અને નવી સ્ટ્રીટ લાઈટો અને દીવાલોમાં  તિરાડો પડી ગઈ છે તેનું સમારકામ કરી અને નવા કલર કામો તાત્કાલિક કરવા જોઈએ અને સુદામા મંદિરની અંદર બંધ હાલતમાં રહેલ ફુવારો ફરી પાછો ચાલુ કરવામાં આવે અને પક્ષીઓનો ચબુતરાનું નવીનીકરણ કરવામાં આવે અને વોકિંગ ઝોન બાળકો અને વડીલો માટે નવો બનાવવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી અને વધુમાં અશ્વિનભાઈ મોતીવરસ દ્વારા ટ્રાફિક માટે અમુક મહત્વના સુચનો કરવામાં આવ્યા હતા જેમા સુદામા મંદિરની સામે આટલો બધો ટ્રાફિક વાહન ના કારણે થાય છે તેની કોઈ સીમા નથી જેમકે કોઈ પણ દ્વારકાધીશના મંદિરે થી આવતા પ્રવાસીઓ પોરબંદરના સુદામા મંદિરે આવે છે,ત્યારે આ બધા પ્રવાસીઓ માટે પે પાર્કિંગની સુવિધાઓ નથી તેના કારણે પ્રવાસીઓ હેરાન પરેશાન થાય છે અને પોરબંદરમાં રાત્રિ રોકાણ કરતા નથી અને સોમનાથ મંદિરે દર્શન કરવા નીકળી જાય છે તેના કારણે પોરબંદરમાં પ્રવાસન ક્ષેત્રે જેવો પોરબંદર શહેરનો વિકાસ થવો જોઈએ તે થતો નથી તે પણ હકીકત છે તંત્ર ને મારી નમ્ર વિનંતી છે પોરબંદરમાં સુદામા મંદિરે આવતા પ્રવાસીઓ માટે સુદામા ચોકમાં (પે ) પે પાર્કિંગ આપવામાં આવે અને સુદામા ચોકના વાહનોને જુની કોર્ટ કમ્પાઉન્ડમાં વ્યવસ્થિત પેવર બ્લોક નાખવામાં આવે અને લાઈટની સુવિધાઓ આપયા પછી તમામ સુદામા ચોકના વાહનોને જુની કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્કિંગ કરવામાં આવે અને પોરબંદર મહાનગરપાલિકા સંચાલિત સિટી બસને પણ યોગ્ય જગ્યા નક્કી કરી અને બસ સ્ટેન્ડ પણ સુવિધાઓ સાથે નવી જગ્યા ઉપર ચાલુ કરવામાં આવે તેવી પણ રજુઆત માચ્છીમાર એકતા સમિતિ ગુજરાત ચેરમેન અશ્વિનભાઈ દેવજીભાઈ મોતીવરસ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application