દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા સેવા કેમ્પની મુલાકાત લેતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય: પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી, પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું
ભગવાન શ્રી દ્વારકાધીશ સંગ હોળી રમવા ભક્તોજનો પગપાળા દ્વારકા જઈ રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય તેમજ ખંભાળિયા પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી હાર્દિક પ્રજાપતિ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પની મુલાકાત કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ આયોજીત સેવા કેમ્પમાં ભોજન વ્યવસ્થા, પદયાત્રીઓ માટે રાત્રી રોકાણની વ્યવસ્થા, આરોગ્યની સુવિધા, મસાજ, નેત્ર નિદાન અંગેની વ્યવસ્થા નિહાળી હતી.
આ ઉપરાંત આ તકે પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજ શ્રી એસ.વી.વ્યાસ, જિલ્લા કલેકટર શ્રી રાજેશ તન્ના તેમજ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય, દ્વારા રાત્રિના અથવા વહેલી સવારે પગપાળા જતા પદયાત્રીઓની સુરક્ષાને ધ્યાને રાખી તેમના બેગ પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવી રહી છે. તેમજ પદયાત્રીઓને સુરક્ષિત રહેવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત જિલ્લાના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા પદયાત્રીઓની સુરક્ષાની સાથે સાથે કરવામાં આવતી સેવા અંગે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપેન્શન સાથે મોંઘવારી સારવાર ખર્ચ આપવા જીઇબી નિવૃત કર્મચારીઓની માંગ
June 17, 2025 11:32 AMગોંડલના યુવકે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મોતને ફરી મહાત આપી
June 17, 2025 11:21 AMગોંડલ : PGVCLની પ્રિમોન્સુન કામગીરીની ખુલી પોલ
June 17, 2025 11:19 AMઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech