તણાવભરી જિંદગીમાં પથારીમાં પડતાની સાથે જ ઘાઢ ઊંઘ આવી જવી એ કોઈ વરદાનથી ઓછું નથી. ઘણા લોકો રાત્રે ૨ કે ૩ વાગ્યે અચાનક ઊંઘ ઉડી જવાની સમસ્યાથી પીડાતા હોય છે, અને એકવાર આંખ ખુલી ગયા પછી કલાકો સુધી નસકોરાં બોલાવવાનું તો દૂર, માત્ર વિચારોના વંટોળ ચાલતા રહે છે. જો તમે પણ આ અનિદ્રાની સમસ્યાથી પરેશાન છો અને ઊંઘની ગોળીઓથી બચવા માંગો છો, તો રસોડામાં રાખેલું પીનટ બટર (મગફળી નું માખણ) તમારા માટે રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે.
દેશના જાણીતા ન્યુટ્રિશનિસ્ટે તાજેતરમાં પીનટ બટર અને આરામદાયક ઊંઘ વચ્ચેનો એક અદભુત અને વૈજ્ઞાનિક સંબંધ જાહેર કર્યો છે.શા માટે અડધી રાત્રે ખુલી જાય છે આંખ?આરોગ્ય નિષ્ણાતોના મતે, રાત્રે વારંવાર ઊંઘ તૂટવાનું એક મોટું અને અદ્રશ્ય કારણ શરીરમાં બ્લડ શુગરનું અસ્થિર સ્તર છે. મધ્યરાત્રિએ જ્યારે શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ અચાનક ઘટી જાય છે, ત્યારે મગજ સતર્ક થઈ જાય છે અને ઊંઘમાં ખલેલ પહોંચે છે. જો સોતા પહેલાં થોડી માત્રામાં પીનટ બટર લેવામાં આવે, તો તેમાં રહેલા હેલ્ધી ફેટ્સ લોહીમાં શુગરના સ્તરને રાતભર સ્થિર રાખે છે અને ઊંઘને તૂટતી બચાવે છે.
સેરોટોનિનનો સ્ત્રાવ
પીનટ બટરમાં 'ટ્રિપ્ટોફેન' નામનું ખાસ એમિનો એસિડ જોવા મળે છે. આ એસિડ મગજમાં જઈને 'સેરોટોનિન' હોર્મોનનું ઉત્પાદન વધારે છે, જે મનને શાંત કરવા અને ગાઢ ઊંઘ લાવવા માટે સૌથી જરૂરી માનવામાં આવે છે.
સ્નાયુઓને આરામ (રિલેક્સેશન)
આ માખણમાં મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. મેગ્નેશિયમ શરીરની નર્વસ સિસ્ટમ અને સ્નાયુઓને રિલેક્સ કરે છે, જેનાથી રાત્રે પગમાં આવતી નસો ખેંચાવાની (ક્રેમ્પ્સ) સમસ્યા દૂર થાય છે અને બાળક જેવી મીઠી ઊંઘ આવે છે.
લાંબા સમય સુધી ઉર્જા
પીનટ બટર ધીમે-ધીમે એનર્જી મુક્ત કરતું હોવાથી મોડી રાત્રે લાગતી ભૂખ (મિડનાઈટ ક્રેવિંગ્સ) પર પણ બ્રેક વાગે છે.
સેવનની યોગ્ય રીત
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઊંઘ સુધારવા માટે બહુ વધારે માત્રામાં પીનટ બટર ખાવાની જરૂર નથી. રાત્રે સૂવાના થોડા સમય પહેલાં માત્ર એક નાની ચમચી ઓર્ગેનિક કે ઘરે બનાવેલું પીનટ બટર સીધું જ અથવા આખા અનાજની બ્રેડ (હોલ વ્હીટ ટોસ્ટ) સાથે ખાઈ શકાય છે. આ નાનકડી આદત સવારે થાક દૂર કરીને તમને ઉર્જાથી સભર રાખશે.