જ્યારે આપણે વિદેશ નીતિ અને મુત્સદ્દીગીરીની વાત કરીએ છીએ ત્યારે વિવિધ દેશોના રાજદૂતો અને દૂતાવાસના કર્મચારીઓનું વિશેષ યોગદાન હોય છે. તેઓ તેમના દેશનું પ્રતિનિધિત્વ કરે છે અને અન્ય દેશો સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા માટે કામ કરે છે પરંતુ સવાલ એ થાય કે રાજદૂતોને તેમનો પગાર ક્યા ચલણમાં મળે છે? શું તેઓને તેમના વતનના ચલણમાં અથવા તેઓ જ્યાં પોસ્ટ કરવામાં આવ્યા છે તે દેશના ચલણમાં ચૂકવણી કરવામાં આવે છે?
રાજદૂતનો પગાર કેટલો હોય છે?
રાજદૂતોનો પગાર તેમના દેશની સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે, તે દેશની સરકાર દ્વારા નહીં જ્યાં તેઓની પોસ્ટ હોય છે. ઉદાહરણ તરીકે, ભારતમાં પોસ્ટ કરાયેલા અમેરિકન રાજદૂતને તેનો પગાર યુએસ ડોલરમાં મળે છે, જ્યારે ભારતીય રાજદૂતને તેનો પગાર ભારતીય રૂપિયામાં મળે છે.
રાજદૂતોનો પગાર તેઓને જે દેશ મોકલે છે તેના દૂતાવાસ અને વિદેશ મંત્રાલય દ્વારા ચૂકવવામાં આવે છે. આ પગાર દેશની સરકારની નાણાકીય નીતિઓ, રાજદ્વારી સ્થિતિ અને સામાન્ય રીતે ફિક્સ પગાર ધોરણના આધારે નક્કી કરવામાં આવે છે.
રાજદૂતોને કયા ચલણમાં મળે છે પગાર?
ઉદાહરણ તરીકે જો અમેરિકન એમ્બેસેડર વિશે વાત કરીએ તો, તે જે દેશમાં પોસ્ટેડ છે, ભારતની જેમ તેનો પગાર અમેરિકન ડોલરમાં ચૂકવવામાં આવે છે. આ પગાર યુએસ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો અનુસાર છે. અમેરિકન એમ્બેસી દ્વારા તે દેશમાં સેવા આપતા અમેરિકન રાજદૂતોને ડોલરમાં પગાર મળે છે અને તે તેમના દેશની સરકારી નીતિઓ અનુસાર નક્કી કરવામાં આવે છે. જ્યારે ભારતીય રાજદૂતને તેના ચલણમાં એટલે કે રૂપિયામાં પગાર આપવામાં આવે છે. તેનું સ્પષ્ટ કારણ એ છે કે ભારતીય રાજદૂતને ભારત સરકાર ચૂકવે છે જ્યારે અમેરિકન રાજદૂતને અમેરિકન સરકાર ચૂકવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech