સોરઠ અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ આવે તેની પ્રાર્થના માટે દર વર્ષે જેઠ યોગીની એકાદશીના દિવસે ગિરનાર ફરતે દૂધધારા પરિક્રમા યોજવામાં આવે છે. જૂનાગઢ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્રારા દૂધધારા પરિક્રમા મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જેને મંજૂરી આપવામાં આવી છે. શુક્રવારે વહેલી સવારે સંતો મહંતો, વિશ્ર્વ હિન્દુ પરિષદ તથા રાજકીય–સામાજિક આગેવાનો દ્રારા દૂધધારા પરિક્રમા કરવામાં આવશે.વિશ્ર્વ હિન્દુ પરિષદના હિરેન રૂપારેલિયા તથા વિપુલ રાવતના જણાવ્યા મુજબ જેઠ યોગીની એકાદશીના દિવસે ગિરનાર ફરતે દૂધ ધારા પરિક્રમા યોજવામાં આવે છે. જેમાં જોડાનાર ભાવિકો ગિરનારના પગથિયે દોરો બાંધી ૩૬ કિલોમીટરના પરિક્રમા ટ પર કાવડ દ્રારા દૂધની જલધારી કરવામાં આવે છે.અને સારો વરસાદ વરસે તે માટે પ્રાર્થના કરવામાં આવે છે. ગત વર્ષે ભારે વરસાદના કારણે માત્ર જૂજ લોકો દ્રારા જ પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવી હતી. જૂનાગઢ વિશ્ર્વ હિન્દુ પરિષદની ટીમ દ્રારા દૂધધારા પરિક્રમા યોજવા મંજૂરી આપવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. વન વિભાગ દ્રારા પરિક્રમા યોજવા મંજૂરી આપવામાં આવી છે. આવતીકાલે સવારે છ વાગ્યે ભવનાથ તળેટી થી પરિક્રમાનો પ્રારભં થશે. જય ગિરનારીના નાદ સાથે વિશ્ર્વ હિન્દુ પરિષદ, સંતો, સામાજિક આગેવાનો દ્રારા દૂધધારા પરિક્રમા કરવામાં આવશે