માણાવદર શહેરના હૃદયસમાન અને ઐતિહાસિક એવા રસાલા ડેમ નજીક પાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. ડેમ નજીકથી પસાર થતી મુખ્ય ભૂગર્ભ ગટરની એક મોટી કુંડી અચાનક તૂટી જતાં ગટરના ગંદા પાણીના પૂર ઉભરાયા છે. આ અત્યતં દૂષિત અને દુગધ મારતું પાણી સીધું જ રસાલા ડેમમાં ભળી રહ્યું છે, જેના કારણે સમગ્ર વિસ્તારનું વાતાવરણ પ્રદૂષિત થઈ ગયું છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં તત્રં સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. કુંડી તૂટવા પાછળના કારણો અંગે લોકમુખે અનેક ચર્ચાઓ જાગી છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, સરકારી નાણાંથી બનેલી આટલી મજબૂત કુંડી પોતાની મેળે તૂટી ગઈ છે કે પછી કોઈ અસામાજિક તત્વો દ્રારા રાતોરાત તેને નુકસાન પહોંચાડી તોડી પાડવામાં આવી છે? સ્થાનિકોએ આ મામલે ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ કરવાની માંગ કરી છે. રસાલા ડેમની આસપાસથી અને ઉપરથી પસાર થતા લોકો માટે અહીંથી નીકળવું નરક સમાન બની ગયું છે. ગટરના ગંદા પાણીના કારણે વિસ્તારમાં એવી અસહ્ય તીવ્ર દુગધ ફેલાઈ છે કે રાહદારીઓ અને વાહનચાલકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. લોકોએ ફરજિયાત પોતાના મોં અને નાક પર માલ કે કાપડ ઢાંકીને અત્યતં ક્ષોભજનક સ્થિતિમાં અહીંથી પસાર થવું પડી રહ્યું છે. ડેમમાં ગટરનું કેમિકલયુકત અને મલમૂત્રવાળું પાણી ભળવાના કારણે ભયંકર પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ નગરપાલિકા સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યકત કરતા જણાવ્યું છે કે, જો આ કુંડીનું તાત્કાલિક સમારકામ નહીં કરાય તો આગામી દિવસોમાં ગંભીર બીમારીઓ ઘર કરી જશે. આ ગંભીર આફત અંગે યારે 'માણાવદર નગરપાલિકા'ના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે એન્જિનિયર મહેન્દ્ર ડાંગરનું નિવેદન: કદાચ પંપિંગ સ્ટેશનનું રિપેરિંગ કામ ચાલતું હોવાથી પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યું હોઈ શકે છે. છતાં પણ હત્પં સ્થળ પર તપાસ કરાવીને સાચી વિગત જાણી લઉં છું. ચીફ ઓફિસર બોરખતરીયાની અજાણતા: આ જ મુદ્દે યારે મુખ્ય અધિકારી નો સંપર્ક કરાયો ત્યારે તેમણે આશ્ચર્યજનક રીતે જણાવ્યું કે, ગટરનું ગંદુ પાણી ડેમમાં વહી રહ્યું છે તે બાબતની મને કોઈ જ માહિતી નથી! આ અંગે તમે અમારા એન્જિનિયર સાથે જ વાત કરી લો. નગરપાલિકાના સર્વેાચ્ચ અધિકારીને શહેરની આટલી મોટી સમસ્યાની ખબર જ ન હોય અને એન્જિનિયર માત્ર 'અંદાજો' લગાવતા હોય, તે બાબત જ તંત્રની ઘોર ઉદાસીનતા દર્શાવે છે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની નિદ્રામાં સૂતેલું વહીવટી તત્રં સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય સાથે થતા આ ચેડાં અટકાવવા કયારે જાગશે ?