BREAKING NEWS

રાજકોટ જિલ્લા પંચાયતની 36, તાલુકા પંચાયતોની 202 બેઠકોની ચૂંટણી યોજાશે, 1189 મતદાન મથકો ફાઇનલ કરાયા

  • March 24, 2026 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ 11 તાલુકા પંચાયતોની 202 અને ગોંડલ નગરપાલિકાની 44 બેઠકોની ચૂંટણી આગામી દિવસોમાં યોજનારી છે. આ અંગેની મતદાર યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે. કુલ 10.37 લાખ મતદારો છે અને તેમાં સૌથી વધુ મતદારો રાજકોટ તાલુકાની બેઠકોમાં છે. આગામી દિવસોમાં યોજાનારી ચૂંટણી માટે કુલ 1189 મતદાન મથકો ફાઇનલ કરવામાં આવ્યા છે.


જિલ્લા પંચાયતની જે 36 બેઠકોની ચૂંટણી થવાની છે તેમાં રાજકોટ તાલુકામાં છ, પડધરી લોધિકા કોટડા સાંગાણી જામકંડોરણા અને ધોરાજી તાલુકામાં બબ્બે, ગોંડલ તાલુકામાં પાંચ, જેતપુર તાલુકામાં ચાર, ઉપલેટા તાલુકામાં ત્રણ, જસદણ તાલુકામાં પાંચ અને વિછીયા તાલુકામાં ત્રણ બેઠકોનો સમાવેશ થાય છે. જે 1189 મતદાન મથકો ફાઇનલ કરવામાં આવ્યા છે તેમાં રાજકોટ તાલુકામાં 172 પડધરી તાલુકામાં 88 લોધિકા તાલુકામાં 63 કોટડા સાંગાણી તાલુકામાં 85 ગોંડલ તાલુકામાં 168 જેતપુર તાલુકામાં 182 જામકંડોરણા તાલુકામાં 81 ધોરાજી તાલુકામાં 61 ઉપલેટા તાલુકામાં 91 જસદણ તાલુકામાં 187 અને વિછીયા તાલુકામાં 109 મતદાન મથકોનું સમાવેશ થાય છે.


તાલુકા વાઇસ મતદારોની સંખ્યા બાબતે જોઈએ તો સૌથી વધુ રાજકોટ તાલુકામાં 134482 ધોરાજી તાલુકામાં 51795 પડધરી તાલુકામાં 61595 લોધિકા તાલુકામાં 46 602 કોટડા સાંગાણી તાલુકામાં 66075 ગોંડલ તાલુકામાં 139104 જેતપુર તાલુકામાં 102037 જામકંડોરણા તાલુકામાં 60702 ઉપલેટા તાલુકામાં 73973 અને વિછીયા તાલુકામાં 95511 મતદારો છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર હવે પૂરું થવામાં છે અને તે પૂરું થયા પછી એપ્રિલ માસના પ્રથમ સપ્તાહમાં પંચાયતોની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે. જોકે રાજકીય પક્ષો અને ચૂંટણી લડવા માગતા ઉમેદવારો તો ઘણા સમયથી આ અંગેની તૈયારીમાં લાગી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application