રણબીર કપૂરનું નામ તેમની આગામી ફિલ્મ, રામાયણ અંગે સતત હેડલાઇન્સમાં રહી રહ્યું છે. યારથી આ પૌરાણિક ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, ત્યારથી રણબીર કપૂર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે.હવે, રણબીર કપૂરે એક એવું નિવેદન આપ્યું છે જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા છે. રણબીરે કહ્યું છે કે રામાયણની વાર્તા એટલી વિશાળ છે કે તેને ફકત બે ભાગો સુધી મર્યાદિત રાખી શકાય નહીં. આજકાલ, અભિનેતા રણબીર કપૂર તેની આગામી ફિલ્મ રામાયણ: ભાગ ૧ ના પ્રમોશનમાં વ્યસ્ત છે. નોંધનીય છે કે, આ બે ભાગની ફિલ્મના પ્રમોશનની સાથે, બીજા ભાગનું લગભગ અડધું કામ પૂર્ણ થઈ ગયું છે. રણબીર માને છે કે રામાયણની દુનિયા એટલી વિશાળ છે કે બે ભાગની ફિલ્મ પણ તેની વાર્તાનો એક નાનો ભાગ જ દર્શાવી શકે છે. અમેરિકામાં પ્રમોશનલ ટૂર દરમિયાન, રણબીરે ફિલ્મનો ભાગ બનવાના પડકારો વિશે ચર્ચા કરી અને કહ્યું, જો તમે મને પૂછો, તો મને લાગે છે કે રામાયણ ૧૦ ભાગની ફિલ્મ શ્રેણી હોઈ શકે છે. દિગ્દર્શક નિતેશ તિવારી અને સમગ્ર સર્જનાત્મક ટીમે મૂળ વાર્તા પ્રતયે વફાદાર રહીને કઈ ઘટનાઓનો સમાવેશ કરવો અને કઈને છોડી દેવી તે નક્કી કરવામાં સાવચેત રહેવું પડું હતું. એ વાત જાણીતી છે કે રણબીર કપૂર ફિલ્મ રામાયણમાં ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવી રહ્યો છે, અને રણબીરે તેના લુક પર પોતાની છાપ છોડી છે. વધુમાં, બીજા ભાગ વિશે, રણબીરે કહ્યું કે રામાયણ: ભાગ ૨ નું શૂટિંગ પહેલી ફિલ્મના પોસ્ટ–પ્રોડકશનની સાથે ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application