અમરેલીની એમ.ડી.સીતાપરા કોલેજમાં વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક રીતે મોટા પ્રમાણમાં ચોરી કરવામાં આવતી હોવાની ફરિયાદ વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીમાં આધાર પુરાવા સાથે કરવામાં આવ્યા પછી યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે. અમરેલીની આ કોલેજનું પરીક્ષા કેન્દ્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે અને આ કેન્દ્રમાં પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે અમરેલીની જ એસ.ડી.કોટક લો કોલેજમાં નવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોષીએ આ સંદર્ભે તપાસની સૂચના આપી છે અને યુનિવર્સિટીની પરીક્ષા વિભાગના અધિકારીઓની એક ટીમ અમરેલીની મુલાકાતે છે. આ કોલેજમાં પરીક્ષા શરૂ થાય તે સાથે જ વિદ્યાર્થીઓના વોટસએપ ગ્રુપમાં જવાબો ફરતા થઈ જતા હોવાના પુરાવા વિદ્યાર્થી સંગઠન દ્વારા કુલપતિને આપવામાં આવ્યા હતા. આ ફરિયાદમાં કેટલું તથ્ય છે તેની ચકાસણી માટે કુલપતિએ તપાસ શરૂ કરાવી છે અને જો તપાસ દરમિયાન આવી ફરિયાદમાં સત્ય જણાશે તો કોલેજ સંચાલકો સામે સંસ્થાની માન્યતા રદ કરવા સહિતના આકરા પગલાં લેવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
જે કોલેજોમાં પોતાની માલિકીના સીસીટીવી કેમેરા છે તેમને જ પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે અને યુનિવર્સિટીના કંટ્રોલ રૂમમાં દરેક પરીક્ષા ખંડની ગતિવિધિઓ લાઈવ નિહાળી શકાય તેવી વ્યવસ્થા હોવાના દાવા યુનિવર્સિટી તરફથી કરવામાં આવ્યા હતા. પરંતુ યુનિવર્સિટીનો કંટ્રોલરૂમ શું કરતો હતો ? જીવંત પ્રસારણમાં આવા કોઈ દ્રશ્યો તેમને કેમ નહીં દેખાયા હોય ?તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.
વિદ્યાર્થી સંગઠન દ્વારા આ કોલેજના જ એક પરીક્ષાર્થીના મોબાઇલમાં આવેલા વોટસએપ મેસેજ રજૂ કરાયા હતા અને તેમાં 'ચેકિંગ સ્કવોડ આવે છે ? 'જવાબ તો મોકલો' તેવા મેસેજો પણ જોવા મળ્યા હતા અને આવા મેસેજ પછી જવાબો પણ મોકલાયા હોવાનું સ્પષ્ટ જણાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં મેઘાના આગમને સમુદ્રમાં ૧ર થી ૧પ ફૂટ મોજાં ઉછળ્યા
June 17, 2025 12:31 PMદ્વારકામાં ટ્રાફીકનો નિયમ ભંગ કરનાર દંડાયા : ૧૭ વાહન ડિટેઇન
June 17, 2025 12:23 PMમશ્કરી... હાલારની ર૯૯ સરકારી શાળાને સાધનો, ખર્ચ માટે રૂ. ૫૦૦૦ ની ગ્રાન્ટ !
June 17, 2025 12:19 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર: વાતાવરણમાં ઠંડક પ્રસરી
June 17, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech