ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર કિંજલ રબારીનું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી અપહરણ થયું હોવાના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા હતા. જો કે આ અંગે કિંજલ રબારીએ વીડિયો બનાવી ખુલાસો કર્યો છે.
કિંજર રબારીએ વીડિયો બનાવી કહ્યું- ‘મારું અપહરણ નથી થયું…’ 'હું કિંજલ દેસાઈ, હું અશોકકુમાર વાલાભાઈ ચૌધરીની પત્ની છું. અમે બંનેએ લગ્ન તારીખ 2 મે, 2024ના રોજ કર્યા હતા. ત્યારબાદ મેં મારા પરિવારને મનાવવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ તેઓ માનતા ન હોવાથી મેં મારા પતિને ફોન કરી બોલાવ્યા હતા. મારી સ્વેચ્છાએ તા. 10 માર્ચ, 2026ના રોજ અમે સાથે ગયા હતા. ત્યારબાદ મારા પતિને માર મારીને, મને બળજબરીથી મારા ઘરે લઈ જવામાં આવી હતી અને મારા પિયરપક્ષના લોકોએ મને બળજબરીથી રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી પણ કરાવી હતી અને મને ઘરે ગોંધી રાખવામાં આવી હતી.
ત્યારબાદ કોઈ પરપુરુષ સાથે મને આપી દેવામાં આવી અને ત્યાં મારા જીવને જોખમ હતું. મારા ઘરે પણ મને જીવને જોખમ હતું. એટલે મેં મારા પતિ અશોકકુમારનો સંપર્ક કર્યો અને હું એમની સાથે આવી ગઈ છું. આજ રોજ તા. 6 સપ્ટેમ્બર, 2026 ના રોજ હું એમની સાથે આવી છું. મારી સ્વેચ્છાએ આવી છું, અહીંયા હું સેફ છું અને હું એમની સાથે છું. તો વિનંતી કરું છું કે કોઈએ ખોટો કેસ કે ફરિયાદ કરવી નહીં.