આટકોટ થી ચીતલીયા સુધીનાં રોડનું ચાલુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
આટકોટ થી ચીતલીયા સુધીનાં રોડનું ચાલુ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
September 03, 2026 09:40 AM
આટકોટ થી ચીતલીયા રોડનું કામગીરી ચાલું થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી ..ચાર કીલોમીટર સુધી નળ વાળો રસ્તો હોય જ્યારે ચોમાસામાં ખેડુતો ને ચાલવું મુશ્કેલ બન્યું હતું જેમાં સતત પાણી વહેતાં હોય વાહન ચલાવવું મુશ્કેલ બન્યું હતું ખરાબ હાલતમાં રોડ હોય ત્યારે અહીં નાં ખેડુતો એ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ને રજુઆત કરી હતી અને 3 કરોડ નાં ખર્ચ આ રોડ મંજૂર કરવામાં આવ્યો હતો અને તેની કામગીરી ચાલુ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી આટકોટના ખેડૂતો તેમજ ચિતલીયા તેમજ આજુબાજુના લોકોને હવે આટકોટ આવવા માટે આ ટૂંકો રસ્તો થશે જેને લઇ સ્થાનિક લોકોએ કેબિનેટ મંત્રી નો આભાર માન્યો હતો આ રસ્તો તથા અહીંના લોકોને અવરજવર પણ વધશે તેમજ વેપારીઓને વેપાર વ્યવસાય વધશે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી