BREAKING NEWS

રાજકોટમાં કાકા-ભત્રીજા પર ફાયરિંગ કરી નાસી ગયેલા પિતા-પુત્રોને સરધાર પાસેથી ઝડપી લેવાયા

  • July 09, 2026 06:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના નાનામવા ગામમાં ગઈકાલ રાત્રીના ફાયરિંગ કરી પોલીસમેનના ભત્રીજા કૃષ્ણસિંહ હરદેવસિંહ જાડેજાની હત્યા કરવામાં આવી હતી તેમજ તેમના કૌટુંબિક દાદા રાહેન્દ્રસિંહ જાડેજાને માથામાં બંદૂકનો કુંદો મારી ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ગંભીર ઘટનાને લઇ ગઈકાલ રાત્રેથી જ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ એલસીબી સહિતની ટીમોએ આરોપીઓને ઝડપી લેવા માટે અલગ અલગ દિશાઓમાં તપાસ શરૂ કરી હતી.

દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમે ક્ષત્રિય યુવાની હત્યા કરી નાશી ગયેલા પિતા-પુત્રો રણજીત વાળા, રાજવીર વાળા અને અભિમન્યુ વાળા સહિત ત્રણે આરોપીઓને સરધાર પાસે કારમાંથી ઝડપી લીધા છે. આરોપીઓની પોલીસ દ્વારા સઘન પૂછતાછ કરવામાં આવી રહી છે. રણજીત વાળાએ જે હથિયારથી ફાયરિંગ કર્યું હતું તે પરવાનાવાળુ છે કે કેમ? સહિતની બાબતો અંગે પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.


ગોળીબાર કરનાર રણજીત વાળા અગાઉ રાજકોટ ગ્રામ્યમાં જુગાર કલબ ચલાવતો

નાનામવામાં રાત્રીના ફાયરિંગ કરી પોલીસમેનના ભત્રીજાની હત્યા કરી દેવામાં આવી હતી. આ ચકચારી બનાવમાં ફાયરિંગ કરનાર નવલનગરનો રણજીત વાળા મૂળ અમરેલીના મોટા દેવાળિયાનો વતની હોવાનું માલુમ પડયું છે. એટલું જ નહીં અગાઉ તે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં જુગારની કલબ ચલાવતો હોવાનું પણ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. રણજીત સામે અગાઉ પ્રોહિબિશનના કેસ થયાનું માલુમ પડયું છે.


માસુમ બાળકની નજર સામે પિતા પર ફાયરિંગ

નાનામવામાં રાત્રીના ફાયરિંગ વીથ મર્ડરની ચકચારી ઘટનાના રૂવાડા ઉભા કરી દેતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં ફૂટેજમાં રણજીત વાળા હાથમાં બંદુક રાખી ઝપાઝપી કરતો નજરે પડે છે. એટલું જ નહીં સીસીટીવીમાં એવું પણ જોવા મળ્યું હતું કે, માસુમ બાળકની નજર સામે તેના પિતા પર આરોપીએ ફાયરિંગ કર્યા હતાં. જેથી બાળક ડરીને અંદર જતુ રહે છે. મૃતકના પરિવારના મહિલા પણ અહીં જ ઉભા હોય તે આરોપીને સમજાવવા પ્રયાસ કરે છે. પરંતુ આરોપીના પર ઝનુન સવાર હોય તે કોઇની વાત સાંભળવા તૈયાર ન હોય તેમ ઘડાઘડ ફાયરિંગ કર્યા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News