રાજકોટ શહેરમાં મહિલા તબીબને ટ્રાઇ અને મુંબઇ ક્રાઇમ બ્રાંચના નામે ડિજિટલ એરેસ્ટ કરી તમારા બેંક એકાઉન્ટનો ઉપયોગ મની લોન્ડરીંગમાં થયો કહી ડરાવ્યા હતાં. બાદમાં તબીબ પાસે પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ અપાવવાના બહાને .૧૨.૯૦ લાખ અલગ–અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી આચરતા આ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરના અયોધ્યા ચોક નજીક અયોધ્યા રેસીડેન્સી એ – ૧૭ માં રહેતા મહિલા તબીબ રશ્મિબેન હેતલકુમાર શુકલા(ઉ.વ.૫૨) એ આરોપી તરીકે બે અલગ અલગ મોબાઈલ નંબરના ધારક અને બે અલગ અલગ બેન્ક એકાઉન્ટના ધારક વિદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેઓ કેવડાવાડી મેઈન રોડ પર પલગં ચોક નજીક હોમિયોપેથી કિલનિક ચલાવવું છે.
ગત તા. ૯ જુલાઈના રોજ સવારના સમયે અજાણ્યા નંબર પરથી ઉપરથી અનુજ અગ્રવાલ નામના શખસનો ફોન આવ્યો હતો. તેણે હિન્દીમાં મારી સાથે વાત કરી પોતાની ઓળખ ટ્રાયના સિનિયર એડવાઈઝરી ઓફિસર તરીકે આપી જણાવ્યું હતું કે, તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી ચેમ્બુર, મુંબઈ ખાતેથી એરટેલ કંપનીનું સીમકાર્ડ કઢાવવામાં આવ્યું છે, આ નંબરનો ઉપયોગ ફ્રોડ અને મની લોન્ડરીંગ માટે થયો છે, જેથી આ નંબર વિદ્ધ ઘણી બધી ફરિયાદ ચેમ્બુર, સીબીઆઇને મળતા મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ ખાતે તા. ૦૪–૦૭–૨૦૨૬ ના રોજ એફઆઇઆર નોંધાઈ છે, જેથી આ કોલ હત્પં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફોરવર્ડ કં છું.
બાદ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી દેવીસિંઘ નામના વ્યકિતએ ફોન ઉપાડી મહિલા તબીબ સાથે હિન્દીમાં આધારકાર્ડ બાબતે વાતચીત કરી હતી. બાદ વોટસઅપ ઉપર કન્ફેશન લખાવવા વીડિયો કોલ આવશે, જેમાં તમે તમારી હકીકત લખાવી દેજો તેમ જણાવ્યું હતું. થોડી જ અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. સામેવાળા શખસે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના વિજય ખન્ના તરીકે આપી હતી. વીડિયો કોલમાં માત્ર મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો લોગો દેખાતો હતો, કોઈ વ્યકિત દેખાતી ન હતી. બાદમાં વિજય ખન્ના નામના શખસે કહ્યું હતું કે, તમારા આધાર કાર્ડ પરથી કેનેરા બેન્કમાં એકાઉન્ટ ખોલવામાં આવેલ છે. આ બેંક એકાઉન્ટમાં મોટા ફ્રોડમાં ઉપયોગ કરવામાં આવેલ છે, તેમજ મની લોન્ડરીંગમાં પણ આ એકાઉન્ટનો ઉપયોગ થયેલ છે, જે કેસમાં અમે નરેશ ગોયલ નામના વ્યકિતને પકડેલ છે. જેના ઘરે તમારા નામના એટીએમ કાર્ડ મળી આવ્યા છે, મની લોન્ડરિંગના પૈસામાંથી તમને મહિનાના ચાર લાખ પિયા મળે છે, તથા કેનેડા બેંકનું તમારા નામનું એટીએમ કાર્ડ તેમજ અન્ય ડોકયુમેન્ટ મને સામાવાળા શખ્સે વોટસઅપ મારફત મોકલેલ હતા.
ત્યારબાદ વિજય ખન્નાએ જણાવ્યું હતું કે, મારા મોટા સાહેબ પવાર સર તમને પોલીસ કિલયરન્સ સર્ટિફિકેટ આપશે. બાદ તે જ વોટસઅપ નંબર ઉપરથી સમાધાન પવાર નામના શખસે મહિલા સાથે હિન્દીમાં વાત કરી જણાવેલ કે, જયા સુધી તમાં વેરિફિકેશન ન થાય ત્યાં સુધી તમારે કલાકે કલાકે વિડીયો કોલ કરવાનો રહેશે. ત્યારબાદ મારી પાસે બેંક બેલેન્સ, મ્યુચલ ફંડના રોકાણ, સ્ટોકમાર્કેટમાં કરેલ રોકાણ સહીતની માહિતી માંગતા મે બધી માહિતી આપેલ હતી. ત્યારબાદ સમાધાન પવારએ કોલ કરી મને જણાવેલ કે, તમારી પાસે રહેલ તમામ નાણા મની લોન્ડરીંગના છે કે નહિ તેના ક્રોસ વેરિફિકેશન માટે હાઇકોર્ટ દ્રારા ઓર્ડર આપવામાં આવેલ છે. મારા મોબાઈલ નંબર સાથેનો આર.બી.આઈ.નો લેટર મોકલતા મે સામાવાળાના જણાવ્યા અનુસાર તેણે આપેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અલગ અલગ બે એકાઉન્ટમાં . ૧૨.૯૦ લાખ ટ્રાન્સફર કરી દીધેલ હતા. સામાવાળાએ જણાવેલ કે, વેરિફિકેશન થઇ ગયા પછી એક દિવસ બાદ તમને તમારા નાણાં પરત આપી દેવામાં આવશે. ત્યારબાદ સામાવાળાએ જણાવેલ કે, તમારા નામે રહેલ મ્યુચલ ફંડમાં રહેલ રકમ તથા સ્ટોક માર્કેટમાં કરેલ રોકાણના પૈસા વિડ્રો કરી વેરિફિકેશન માટે આપવી પડશે. જેથી મહિલાએ મ્યુચલ ફડં વિડ્રોની પ્રોસેસ કરતા મ્યુચલ ફંડમાં તેમના ભાઈ જયેશભાઇનું ઇમેઇલ–આઇડી રજીસ્ટર હોય તેમને મ્યુચલ ફડં વિડ્રો બાબતે ઇમેઇલ મળતા તેમના ભાઈ જયેશભાઇએ આ બાબતે પૂછતાં તમામ હકીકત જણાવતા તેણે મને મારી સાથે ફ્રોડ થઇ ગયાનું જણાવ્યું હતું. જેથી મહિલા તબીબે તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફોન કરી અરજી લખાવી હતી. જે મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.