BREAKING NEWS

162 વર્ષ જૂની TBZ કંપનીનું રૂ. 1033.71 કરોડમાં વેચાણ: ચેન્નાઈની GRT જ્વેલર્સે હસ્તગત કરી

  • September 07, 2026 10:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય જ્વેલરી ક્ષેત્રની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંથી એક એવી ત્રિભુવનદાસ ભીમજી ઝવેરી (TBZ) નું અધિગ્રહણ કરીને ચેન્નાઈ સ્થિત જીઆરટી જ્વેલર્સે (GRT Jewellers) વેપાર જગતમાં મોટો ધડાકો કર્યો છે. ચેન્નાઈની આ જ્વેલરી બ્રાન્ડે રૂ. 1033.71 કરોડના કુલ મૂલ્યમાં ટીબીઝેડનો 74.12 ટકા હિસ્સો ખરીદવા માટે સત્તાવાર કરાર કર્યા છે. આ સોદાની સાથે જ ઝવેરી પરિવારે 5 પેઢીઓ બાદ જ્વેલરી ઉદ્યોગમાંથી પોતાની સંપૂર્ણ એક્ઝિટ સ્વીકારી લીધી છે.


વર્ષ 1864 માં મુંબઈના ઝવેરી બજારમાંથી માત્ર 1 નાનકડા સ્ટોર સાથે શરૂ થયેલી ટીબીઝેડ બ્રાન્ડનો 162 વર્ષનો ભવ્ય ઈતિહાસ રહ્યો છે. પાંચ પેઢીઓથી ચાલતા આ પારિવારિક બિઝનેસનું વેચાણ જ્વેલરી માર્કેટ માટે એક યુગનો અંત માનવામાં આવી રહ્યો છે. આ અધિગ્રહણ હેઠળ જીઆરટી જ્વેલર્સને સમગ્ર ભારતમાં ફેલાયેલા ટીબીઝેડના 37 પ્રીમિયમ સ્ટોર્સનું વિશાળ રીટેલ નેટવર્ક પ્રાપ્ત થશે. 


આ વિશાળ સોદાથી જીઆરટી જ્વેલર્સને ઉત્તર અને પશ્ચિમ ભારતના માર્કેટમાં સીધો પ્રવેશ મળશે. હાલમાં જીઆરટી કંપની ભારતભરમાં 68 સ્ટોર્સ અને સિંગાપુરમાં 1 આંતરરાષ્ટ્રીય સ્ટોર ધરાવે છે. આ અધિગ્રહણ બાદ જીઆરટીનું રીટેલ નેટવર્ક 100 થી વધુ સ્ટોર્સ સુધી પહોંચી જશે. કંપની પાસે હાલમાં 12000 થી વધુ કર્મચારીઓ અને 6.5 લાખ ચોરસ ફૂટથી વધુનો રીટેલ સ્પેસ ઉપલબ્ધ છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application