૫૦ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ ઉજવાશે
જામનગર જિલ્લાના જોડિયાધામમાં આવેલ પૂજ્ય શ્રી વિરાગમુનિ સ્થાપિત શ્રી રામકૃષ્ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય ધર્મક્ષેત્ર - જોડિયાધામ ખાતે તા, ૯ થી ૧૧ ડિસેમ્બરના રોજ ૫૦ મો શ્રી ગીતા જ્યંતી મહોત્સવ જાણીતા રામ કથાકાર પૂજ્યશ્રી મોરારીબાપુના પાવન સાનિધ્યમાં ભકિતભાવ પૂર્વક ઉજવાશે, ઘણા વર્ષોથી ગીતા જયંતિ નિમિતે પૂજ્ય મોરારી બાપુ જોડિયાધામ ખાતે ગીતા જયંતિ મહોત્સના વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહે છે.
શ્રી ગીતા જ્યંતી મહોત્સવ દરમ્યાન સવારે વિશ્વ કલ્યાણ હરી પ્રશનતાથેં ગીતા વિધાલયના બાળકો તથા ભાવિકો દ્વારા સામુહિક હોમાત્મક પાઠ અનુષ્ઠાન થશે તેમજ તા. ૯ / ૧૨ / ૨૪ સોમવારના સાંજે ૪ થી ૭ દરમ્યાન સંતો, કથાકારના પ્રવચન થશે તેમજ તા.૧૦/૧૨/૨૪ ને મંગળવારના રોજ સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૭ : ૦૦ દરમ્યાન સંતો કથાકાર દ્વારા સત્સંગ પ્રવચન થશે,
આ ઉપરાંત શ્રી ગીતા જ્યંતીના યુગ પર્વે તા. ૧૧/૧૨/૨૪ ને બુધવારના સવારે ૯ : ૩૦ વાગ્યાથી પ. પૂજ્ય મોરારીબાપુ મંગલ ગીતા સંદેશ પ્રવચન કૃતાર્થ કરશે આ દીવ્ય પાવન પુણ્યશાળી પર્વમાં સૌને પધારવા શ્રી રામકૃષ્ણ સાધના ટ્રષ્ટ - શ્રી ગીતા વિધાલય પરિવાર જોડિયાધામ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech