BREAKING NEWS

મોરબીમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ નવમાં દિવસે કાબૂમાં આવી

  • July 13, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના રફાળેશ્વર ગામ નજીક આવેલ મગફળીના ગોડાઉનમાં તા. ૦૪ જુલાઈના બપોરના આગ લાગી હતી મોરબી ફાયર ટીમો દોડી ગઈ હતી અને મેજર કોલ જાહેર કરતા રાજકોટ અને જામનગર સહિતના સેન્ટરમાંથી ફાયર ટીમોની મદદ લેવામાં આવી હતી જે આગ પર નવમાં દિવસે કાબુ મેળવી લેવામાં આવ્યો છે અને આગ સંપૂર્ણ કાબુમાં હોવાનું ફાયર ટીમે જણાવ્યું હતું
નાફેડ દ્રારા ખરીદી કરવામાં આવેલ ૧,૫૯,૦૦૦ મગફળીની ગુણીનો જથ્થો રાખવામાં આવેલ તે વેર હાઉસ કોર્પેારેશનના ગોડાઉનમાં આગ લાગી હતી રફાળેશ્વર નજીક આવેલ મગફળી ગોડાઉનમાં આગ લાગતા મોરબી, રાજકોટ અને જામનગરની ટીમોએ આગ કાબુમાં લેવા પાણીનો મારો ચલાવ્યો હતો જોકે આગ વિકરાળ બની હતી અને સતત નવ દિવસ સુધી ફાયર ટીમોએ દોડધામ કર્યા બાદ આખરે આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે ગોડાઉનમાં રહેલ ૧.૫૯ લાખ ગુણીઓ મગફળીની બળીને ખાખ થઇ છે અને ૪૪ કરોડથી વધુનો જથ્થો બળીને ખાખ થયાની માહિતી પ્રા થઇ છે આગ કાબુમાં આવતા હવે એફએસએલ અને પોલીસ ટીમો તપાસ ચલાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News