અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના 24 મોટરસાઇકલ સાથે બે ગેંગના પાંચ શખ્સોને ઝડપી પાડી બાઈક ચોરીના 25 ગુનાઓનો ભેદ ઉકેલવાની સાથે મોટી સફળતા મેળવી છે. પોલીસની તપાસમાં ઝડપાયેલા ગેંગના સભ્યોએ સાવરકુંડલા, દામનગર, ગારીયાધાર, સુરત, મહુવા, પાલીતાણા, બગદાણા, વિસ્તારમાંથી બાઈક ચોરી કરી હોવાની કબૂલાત આપી છે.
ભાવનગર રેન્જ હેઠળ આવતા જિલ્લાઓમાં વાહન ચોરી, મિલકત સંબંધીત સહિતના અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા રેન્જ આઇજી ગૌતમ પરમારની સૂચનાના પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જિલ્લામાં આવા ગુનાઓ આચરનાર આરોપીઓને શોધી કાઢી મુદામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે માર્ગદર્શન આપતા અમરેલી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં જુદી જુદી ટીમ બનાવી દામનગર અને સાવરકુંડલા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા ત્યારે દામનગરથી બે શખસો શંકાસ્પદ રીતે મોટરસાઇકલ લઈને પસાર થતા તેને રોકી બંનેના નામ પૂછતાં પોતાના નામ ભાવેશ ઉર્ફે કાનો કાંતીભાઇ વાઘેલા, બીજાનું નામ નરેશ ઉર્ફે ભોળો ડાયાભાઇ વાઘેલા (રહે. બંને પચ્છેગામ, તા.ગારીયાધાર, જિ.ભાવનગર)ના હોવાનું જણાવતા પોલીસે બંને પાસેથી મોટરસાયકલના કાગળો માંગતા ગલ્લા તલ્લાં કરવા લાગ્યા હતા અને પોતા પાસે ન હોવાનું કહેતા બંનેની આકરી પુછપરછ કરી હતી જેમાં આ બંને બાઈક દામનગર, ગારીયાધારમાંથી અને અન્ય બે બાઈક સુરત, પાલીતાણા વિસ્તારમાંથી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી જે અન્ય બે બાઈક મળી કુલ ચાર મોટરસાઇકલ કબ્જે કરી બંનેની અટકાયત કરી હતી.
જયારે સાવરકુંડલામાં પેટ્રોલીગમાં દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ત્રણેક શખસો કેટલાક દિવસથી વાડી વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ મોટર સાઇકલ સંતાડીને રાખ્યા છે જે ચોરીના હોવાનું જણાઈ રહ્યું છે. બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે વોંચ ગોઠવી વાડી વિસ્તારમાં દરોડો પાડતા બાઈક સાથે નીકળેલા ભાવેશ ઉર્ફે જોખમ ભરતભાઇ ચુડાસમા (રહે.જેસર, મહુવા રોડ, વડવાળાનગર), જગદીશ ઉર્ફે બજેડી પ્રવિણભાઇ વાઘેલા ( રહે.જેસર, મકવાણા વાડી વિસ્તાર), નિલેશ મધુભાઇ ચુડાસમા (રહે.જેસર, મહુવા રોડ ચોકડી પાસે)ને ઝડપી લઈ પૂછતાછ કરતા ચોરીના બાઈક હોવાની કબૂલાત આપતા ત્રણેય શખ્સોની આગવી ઢબે વધુ પૂછતાછમાં ચોરીના વધુ 20 જેટલા મોટરસાઇકલ છુપાવીને રાખ્યા હોય તે કાઢી બતાવતા તમામ બાઈક કબ્જે કરી ત્રણેય શખસોની કાયદેસરની ધરપકડ કરી હતી. પોલીસની વિશેસ તપાસમાં શખસોએ દામનગર, ગારીયાધાર, ઉત્રાણ(સુરત), પાલીતાણા, સાવરકુંડલા રૂરલ, તળાજા,અલંગમાંથી એક એક, સાવરકુંડલા સીટી વિસ્તારમાંથી ૫, મહુવા સીટી વિસ્તારમાંથી ૭, મહુવા ગ્રામ્ય વિસ્તારમાંથી ૪ અને બગદાણામાંથી 2 મોટરસાઇકલની ચોરી કરી હોવાની કબૂલાત આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં પીએસઆઇ એમ.ડી.ગોહિલ અને ટીમના એસઆઇ ભીખુભાઇ ચોવટીયા,યુવરાજસિંહ રાઠોડ, ઘનશ્યામભાઇ મકવાણા, કનાભાઇ સાંખટ તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, ગોકુળભાઇ કળોતરા, જયેન્દ્રભાઇ બસીયા, મહેશભાઇ રાઠોડ, તુષારભાઇ પાંચાણી તથા પો.કોન્સ.અજયભાઇ વાઘેલા, પરેશભાઇ દાફડા દ્વારા કરવામાંઆવેલ છે.
હેન્ડલ લોક વગરની બાઈકની ઉઠાંતરી કરી ખેડૂતો, શ્રમિકોને સસ્તામાં વેચી નાખતા
ઝડપાયેલા શખસો મોટર સાયકલ પાર્કિગ થયેલ હોય તેવી જગ્યા પર જઈ જે બાઇકમાં હેન્ડલ લોક મારેલ ન હોય તેવા મોટર સાયકલોને પોતાની પાસે રહેલી ડુબલીકેટ ચાવીઓ વડે ચાલુ કરી ઉઠાંતરી કરતા અને બાદમાં મોટર સાયકલની નંબર પ્લેટ કાઢી નાખી વેચાણ કરવા માટે ભેગી કરતા અને આઇશર કે મોટા વાહનમાં ભરી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો, શ્રમિકોને સસ્તા ભાવે વેંચી નાખતા હોવાનું પોલીસની તપાસમાં ખુલ્યું છે.
ભાવેશ ઉર્ફે જોખમ અને જગદીશ ઉર્ફે બજેડી સામે દારૂ-ચોરીના ગુનાઓ
ભાવેશ ઉર્ફે જોખમ સામે જેસર પોલીસ સ્ટેશનમાં દારૂના બે, પાલીતાણામાં વાહન ચોરી, અને મહુવામાં વાહન ચોરીના બે ગુના નોંધાયેલા છે, જયારે જગદીશ ઉર્ફે બજેડી સામે મહુવા, ભાવનગર એ અને સી ડિવિઝન, વંડામાં બે-બે અને જેસર પોલીસમાં એક વાહન ચોરીનો ગુનો નોંધાયેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech