રાજકોટ સહિત રાજ્યના અનેક શહેરોમાં આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ જોરદાર વધી ગયું હતું અને સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું. રાજકોટમાં સવારે ભેજનું પ્રમાણ 100 ટકા થયું હતું અને તેના કારણે વિઝિબિલિટી પણ ઘટી જવા પામી હતી. ભુજમાં 91, પોરબંદરમાં 95, વેરાવળમાં 82 અને સુરતમાં 91% ભેજ આજે સવારે નોંધાયો છે.
ભેજવાળા વાતાવરણના કારણે સવારે ગરમીમાં રાહત મળે છે પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ ગરમી વધી ગઈ છે. ગઈકાલે ડીસામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી હતું. રાજકોટમાં 34.7, ભાવનગરમાં 32.6, ભુજમાં 34.6, પોરબંદરમાં ૩૦.૪ ડિગ્રી મહત્તમ તાપમાન હતું. જોકે દરિયાકાંઠાના વિસ્તારોમાં આ મામલે પ્રમાણમાં રાહત હતી. ગઈકાલે દ્વારકામાં 27.5, ઓખામાં 28.8 અને વેરાવળમાં 28.2 ડિગ્રી મહતમ તાપમાન હતું.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ હવે ગરમીનું પ્રમાણ વધશે અને ગુજરાત કોંકણ ગોવામાં અમુક જગ્યાએ ગરમ અને ભેજવાળા વાતાવરણ માટે એલર્ટ અપાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ કોંકણ અને ગોવામાં તારીખ ચાર અને પાંચ ના રોજ જ્યારે ગુજરાતમાં તારીખ 4 થી 7 દરમિયાન આ પ્રકારે વાતાવરણ રહેવાની શક્યતા છે.
ઉપરા ઉપરી આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગરમીમાં થોડી રાહત મળી રહી છે. જમ્મુ કાશ્મીરમાં વરસાદ પડે છે. સાથોસાથે હિમવર્ષા પણ થઈ રહી છે. આવું નવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી તારીખ 4 ના બુધવારે સર્જાશે તેવી ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે. ભેજવાળા વાતાવરણ અને ઠંડા પવનના કારણે આજે લઘુતમ તાપમાનમાં પ્રમાણમાં રાહત રહી છે. અનેક શહેરોમાં 17 થી 19 ડિગ્રી વચ્ચે લઘુતમ તાપમાન આજે નોંધાયું છે.
બોર્ડે વધુમાં જણાવ્યું છે કે દિવ્યાંગ અને વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા જ્યાં પરીક્ષા લેવામાં આવતી હોય તે બિલ્ડીંગના ભોંય તળિયે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાની રહેશે. આવા બિલ્ડિંગમાં રેમ્પ અને વ્હીલ ચેર જેવી વ્યવસ્થા પણ રાખવી પડશે.
જે વિદ્યાર્થીઓને ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા હોય અથવા તો 40% કે તેથી ઓછું વિઝન હોય તો તેવા વિદ્યાર્થીઓને પરીક્ષામાં સાદુ કેલ્ક્યુલેટર લઈ જવાની અને મેગ્નિફાઇંગ ગ્લાસનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવશે. જોકે આ વધારાના લાભ લેતા પૂર્વે જે તે પરીક્ષાર્થીએ સક્ષમ ઓથોરિટી પાસેથી દિવ્યાંગતા અને વિકલાંગતા નું પ્રમાણપત્ર મેળવીને રજૂ કરવાનું રહેશે. જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ આવું પ્રમાણપત્ર રજૂ કર્યા બાદ તે અંગેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.