BREAKING NEWS

રાજકોટમાં બર્ગર કિંગ, બડીઝ પિઝા, પટેલ વિહાર સહિત 29 સ્થળે ફૂડ બ્રાન્ચની ટીમ ત્રાટકી, ભેળસેળિયાઓમાં ભારે ફફડાટ

  • September 01, 2026 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની ફૂડ બ્રાન્ચની ટુકડીઓ રેસ્ટોરન્ટ બ્રાન્ડ એશિયા લિમિટેડ (બર્ગર કિંગ), શોપ નં.૧ ગ્રાઉન્ડ ફ્લોર, રિલાયન્સ મોલની પાસે,બિગ બજાર સામે, ૧૫૦ ફૂટ રીંગ રોડ, (૨) જલારામ ફૂડ્સ (બડીઝ પીઝા), ઇન્દિરા સર્કલ પાસે, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને (૩) પટેલ વિહાર રેસ્ટોરન્ટ, મેરીટ કોમ્પ્લેક્સ, કોટેચા ચોક પાસે, યુનિવર્સિટી રોડ (૪) સેલિબ્રેશન ફેમિલી રેસ્ટોરન્ટ, શાંતિ હાઇટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, એસ.એન.કે. સ્કૂલ પાસે, આકાશવાણી ચોક, યુનિવર્સિટી રોડ સહિત કુલ ૨૯ સ્થળે ફૂડ બ્રાન્ચની ટીમે ચેકીંગ કર્યું હોવાનું જાહેર કર્યું છે.


વિશેષમાં મ્યુનિ.અધિકારીઓના જણાવ્યા મુજબ ઉપરોક્ત ઉપરાંત સ્થળ તપાસ કરેલ પેઢીઓમાં મવડીના અંકુર રોડ ઉપર ગુરુપ્રસાદ ચોકમાં જલારામ શોપિંગ સેન્ટર, રાધે સોડા શોપ, પટેલ શોપિંગ સેન્ટર, ઉમિયાજી પ્રોવિઝન સ્ટોર, ક્રિષ્ના ડેરી ફાર્મ, શ્રીકૃષ્ણ ડેરી ફાર્મ, સહજાનંદ પ્રોવિઝન સ્ટોર, ઘનશ્યામ ફરસાણ,એ-વન પાન, ધારા મેડિકલ સ્ટોર, મધુવન ટ્રેડિંગ,યોગેશ્વર ડેરી ફાર્મ,પટેલ પ્રોવિઝન સ્ટોર, ખોડિયાર ડેરી ફાર્મ, સોમનાથ ફરસાણ તેમજ સ્વાતિ પાર્ક વિસ્તારમાં આવેલ ન્યાલકરણ ડેરી ફાર્મ, આજીડેમ પોલીસ સ્ટેશન સામે, કોઠારીયા રોડ ઉપર દ્વારકાધીશ ફરસાણ, કોઠારીયા રોડ ઉપર રણુજા મંદિર પાસે આવેલ આશીર્વાદ ફરસાણ, રૈયા રોડ ઉપર આઝાદ ચોકમાં આવેલ સાગર એગ ઝોન એન્ડ ફેમિલી રેસ્ટોરન્ટ, કાલાવડ રોડ ઉપર કેકેવી હોલ ચોક પાસે પેરેડાઇઝ એપાર્ટમેન્ટમાં શોપ નં.૪માં આવેલ શ્રી રામેશ્વરમ મદ્રાસ કાફે, રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોકમાં હર ભોલે ફરસાણ એન્ડ ડેરી ફાર્મ, સાધુવાસવાણી માર્ગ ઉપર શાક માર્કેટ સામે શિવાંશી કેળા વેફર તેમજ જય ગણેશ અમૂલ પાર્લર એન્ડ ફરસાણ, વિદ્યાનગર મેઈન રોડ ઉપર રાષ્ટ્રીય શાળા સામે શ્રીજી પેટીસ એન્ડ ભજીયા સહિતની ૨૯ દુકાનોમાં ફક્ત ફૂડ ચેકીંગ કરવામાં આવ્યું હતું ત્યાંથી કંઈ વાંધાજનક મળ્યું ન હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application