પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહના આગોતરા રદ, ગમે ત્યારે ધરપકડ
પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહના આગોતરા રદ, ગમે ત્યારે ધરપકડ
May 28, 2026 02:11 PM
મધ્ય પ્રદેશ હાઈકોર્ટએ પુત્રવધુને દહેજ માટે મારી નાખવાના આરોપોનો સામનો કરી રહેલા પૂર્વ ન્યાયાધીશ ગિરિબાલા સિંહને જોરદાર ઝટકો આપ્યો છે. હાઈકોર્ટના ન્યાયમૂર્તિ દેવાનારાયણ મિશ્રાની એકલ પીઠે તેમને ભોપાલ કોર્ટ દ્રારા આપવામાં આવેલી આગોતરી જામીનની રાહત રદ કરી દીધી છે. આ નિર્ણય બાદ હવે તેમની ધરપકડની શકયતા વધુ તેજ બની ગઈ છે અને સમગ્ર મામલો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. હવે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે. આ મામલે બુધવારે લગભગ પોણા ત્રણ કલાક સુધી લાંબી દલીલો ચાલી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય અનામત રાખ્યો હતો. ત્યારબાદ બુધવારે જ મોડી રાત્રે એક વાગ્યા પછી કોર્ટનો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. જો કે સુનાવણી દરમિયાન જ સાંજે લગભગ પાંચ વાગ્યાની આસપાસ કોર્ટે સ્પષ્ટ્ર સંકેત આપ્યો હતો કે આ કેસમાં વિગતવાર આદેશ પસાર કરવામાં આવશે. આ સમગ્ર કેસ ત્વિષા શર્માના શંકાસ્પદ મૃત્યુ અને દહેજ માટેની સતામણી સાથે જોડાયેલો છે. માહિતી અનુસાર ત્વિષા શર્માના લ ૯ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ ગિરિબાલા સિંહના પુત્ર અને વકીલ સમર્થ સિંહ સાથે થયા હતા. લ બાદથી જ ત્વિષા પર દહેજ માટે દબાણ અને માનસિક સતામણી થતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. ત્યારબાદ થયેલા તેમના શંકાસ્પદ મૃત્યુએ સમગ્ર મામલાને ગંભીર બનાવી દીધો હતો.