400 કરોડના સાયબર ફ્રોડમાં પડધરીમાં 16 કરોડ નું મ્યુલ એકાઉન્ટ મારફત નાના ટ્રાન્સફર કરવાના કૌભાંડમાં પડધરીમાં 10 સામે ગુનો નોંધાયા બાદ ચોકાવનારી હકીકતો સામે આવતા ગ્રામ્ય એસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી જેમાં ઝડપાયેલા છ આરોપી પૈકી ગોંડલ અને રાજકોટ ની ત્રિપુટી મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યું હતું.
ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગોંડલ માર્કેટીંગ યાર્ડ ખાતેની જ્યોત ટ્રેડીંગ કંપનીના ખાતામાં તપાસ કરતા એકાઉન્ટ માંથી આશરે ૨૦૦ કરોડની આસ-પાસની લેવડ-દેવડ મળેલ જે બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે જય નાદપરાની પૂછપરછ કરતા તેણે આ લેવડ-દેવડ બાબતે કોઈ સંતોષકારક જવાબ ન આપતા વધુ પુછપરછના અંતે આ નાણા પોતે કમીશનની લાલચે સાયબર ફોડના છેતરપીડીના નાણા હોય પોતાની પેઢીના અલગ અલગ એકાઉન્ટશ મારફતે આ નાણા રોકડ તથા અન્ય ટ્રાન્ઝેક્શન મારફતે પોતે તથા મનીસ કમાણી, રૂષીત રૈયાણી તથા અન્ય આરોપીઓ તથા સાયબર ફોડ કરનારા રાજ્ય બહારના આરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી યોજના બધ્ધ રીતે આશરે ૪૦૦ કરોડથી વધારેના સાયબર ફ્રોડ દ્વારા લોકો સાથે કરાયેલ છેતરપીડીને લગત ગેર કાયદેસર નાણાનું હેર ફેર કરી કરાવડાવી, જેમાં વધુ તપાસ કરતા આ આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અલગ અલગ એપીએમસી લાયસન્સ સાથે લિંકેડ તથા અન્ય એકાઉન્ટ દ્વારા સાયબર ફોડના નાણાને રોકડમાં રૂપાતરીત કરી આપવામાં આવેલ છે.
આરોપી જય મનસુખભાઈ નાદ પરા તથા આરોપી નં. ર મનીષભાઈ છગનભાઈ કામાણી દ્વારા ગુજરાતા રાજ્યમાં કુલ-૧૨ અરજીઓમા કુલ રૂ. ૩.૧૦કરોડ ભારતના અન્ય રાજ્યોમાં કુલ-૧૦૩ અરજીઓમાં કુલ રૂ.૧૨,૯૭,કરોડ ના કુલ સાયબર ફ્રોડના નાણાનું રોકડમાં રૂપાંતર કરવામાં આવેલ હોવાની કબુલાત આપી હતી.
જયના એકાઉન્ટમાં ૧૯૮ કરોડ, મનીષનામાં ૧૫૦ કરોડ, પ્રવિણસિંહમાં ૩૩ કરોડ જમાં
દેશભરમાં થયેલ સાયબર ફ્રોડના ૩૮૦ કરોડથી વધુની રકમ આરોપીના એકાઉન્ટમાં ઠલવાયા હતા જેમાં ગોંડલના જય નાદપરાના એકાઉન્ટમાં ૧૯૮ કરોડ, રાજકોટના મનીષ કામાણીના એકાઉન્ટમાં ૧૫૦ કરોડ તેમજ રાજકોટના પ્રવિણસિંહના એકાઉન્ટમાં ૩૩ કરોડ જમાં થયા છે.
૧ લાખ પર ૨૦૦-૪૦૦ રૂપિયાનું કમિશન મળતું હતું
રાજકોટ ગ્રામ્ય પોલીસે સાયબર ફ્રોડના મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ પકડેલા આરોપીની કબૂલાતમાં જાણવા મળ્યું હતું કે, જય નાદપરા અને મનીષ કામાણીએ માર્કેટિંગ યાર્ડની પેઢીના એકાઉન્ટ ખોલી તેમાં સાયબર ફ્રોડના રૂપીયા મેળવી મુખ્ય સૂત્રધારને રૂપીયા પરત કર્યા હતાં. જેમાં તેઓને ૧ લાખ પર ૨૦૦ થી ૪૦૦ રૂપિયાનું કમિશન મળતું હતું.
રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડની લિંક તોડવામાં કામગીરી કરનાર ટીમ
રાષ્ટ્રવ્યાપી સાયબર ફ્રોડની લિંક તોડવામાં એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરા, સાયબર ક્રાઇમ પીઆઈ આર. જે. ગોધમ, એસઓજી પીએસઆઈ જી. જે. ઝાલા, સાયબર ક્રાઈમ પીએસઆઈ સી.બી.વાંક, એમ.એન.રાઠોડ એ.એસ.આઇ મયુરભાઇ મજીઠીયા, મીરાબેન સાવલીયા, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ ડાંગર, દિવ્યાબેન રાઠોડ, કોન્સ્ટેબલ ગૌતમભાઇ પરમાર, પુજાબેન હેરભા, એલસીબી એએસઆઈ બ્રિજરાજસિંહ જાડેજા સહિતની ટીમે કામગીરી કરેલ હતી.