દ્વારકાના વિપ્ર યુવાન સાથે સાડા ચાર લાખની છેતરપિંડી

  • March 30, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચેક આપ્યા બાદ રોકડ રકમ મેળવીને કરાયો વિશ્વાસઘાત

દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનને વિશ્વાસમાં લઈ અને રૂપિયા ૪.૪૪ લાખની છેતરપિંડી કરવા સબબ ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં દ્વારકાના હોળી ચોક વિસ્તારમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા તેજસભાઈ મહેન્દ્રભાઈ ઠાકર નામના ૩૩ વર્ષના બ્રાહ્મણ યુવાને મોબાઈલ નંબર ધરાવતા ભૈલુભાઈ નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેજસભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ આસામીઓને બ્રહ્મ ભોજન કરાવવાનું તેમજ બ્રાહ્મણોને દક્ષિણા આપવાની વાત કરી ફરિયાદી તેમજ સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ તેઓને અલગ અલગ ચેક આપી અને તેઓ પાસેથી અલગ અલગ કુલ રૂપિયા ૪,૪૪,૦૦૦ મેળવી લેવામાં આવ્યા હતા.
આ રીતના તેજસભાઈ તેમજ અન્ય સાહેદો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ભૈલુભાઈ સામે આઈપીસી કલમ ૪૦૬ તથા ૪૨૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application