સાવરકુંડલા પંથકમાં કેબલ ચોરીનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

  • June 18, 2025 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાવરકુંડલાના ઓળિયા ગામે કરાળની સીમમાંથી છએક મહિના પહેલા થયેલી કેબલ ચોરીના ગુનામાં શકદાર તરીકે અમરેલીના શખસને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.


અમરેલી જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનાઓમાં નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનાર આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા સંજય ખરાતએ જિલ્લા પોલીસને સૂચના આપી હોય જેના પગલે અમરેલી એલસીબીના પીઆઈ વી.એમ.કોલાદરાની રાહબરીમાં પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસાઈ આર.એલ.રાઠોડ અને પીએસઆઈ એન.જી.સાપરાના સુપરવિઝન હેઠળ ટીમ આરોપીઓને પકડવા પ્રયત્નશીલ હોય દરમિયાન સાવરકુંડલા રૂરલ પોલીસ મથકમાં ઓળિયા ગામે કરાળની સીમમાં આવેલી વાડીમાંથી તા.16-1ના 700 ફૂટ કેબલ વાયર કી.રૂ.35000નો કાપી ચોરી કર્યાની ફરિયાદ નોધવાઇ હતી આ ગુનામાં શકદાર તરીકે ગોવિંદ ઉર્ફે ગલ્લુ લલુભાઈ પરમાર (રહે-વરુડી રોડ, જગુ પુલ પાસે, અમરેલી)નું નામ ખુલતા આ ગુનામાં પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હોવાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સોર્સ મારફતે બાતમી મળી હતી કે ગોવિંદ અમરેલી રૂરલ પોલીસ મથકના વોરંટના ગુનામાં જેલમાં હોય અને હાલ જામીન પર છૂટી ઘરે જઈ રહ્યો છે. જે બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોડએ જેલ રોડ પરથી જ ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપ્યો હતો.


પોલીસની વિશેષ તપાસમાં ગોવિંદ સામે જૂનાગઢ સી ડિવિઝન પોલીસમાં જાહેરનામા ભંગ, ભાવનગર નિલમબાગ પોલીસમાં ચોરી, અમરેલી સીટી પોલીસમાં જુગાર, ચોરી, લાઠીમાં ગુનાહિત કાવતરું, અમરેલી રૂરલ પોલીસમાં દારૂના બે અને ચલાલા પોલીસમાં ચોરીના ગુનામાં ચોપડે ચડી ચુક્યો હોવાનું ખુલ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News