BREAKING NEWS

સોનાના ભાવમાં કડાકો... રાજકોટમાં રૂ.1,700 ગગડીને રૂ.1,36,170 થયા

  • December 16, 2025 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વૈશ્વિક પરિબળોની અસરથી સોનાના ભાવમાં સતત પરિવર્તન જોવા મળી રહ્યું છે. સોનાના ભાવ સતત નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે આજે સવારે 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ વધીને રૂપિયા 1,33,249 પર પહોંચી ગયો હતો. જે બપોર સુધીમાં 1113 ઘટીને રૂપિયા1,32,136 નોંધવામાં આવ્યો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ વધીને 1,35,496 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ સપાટી પર પહોંચી ગયો હતો. જ્યારે રાજકોટની સોની બજારમાં જીએસટી સાથે 24 કેરેટ સોનાનો પ્રતિ 10 ગ્રામનો ભાવ રૂપિયા 1,36,170 પર જોવા મળ્યો હતો. જે ગઈકાલ કરતા રૂપિયા 1,730નો ઘટાડો સૂચવે છે.


આંતરરાષ્ટ્રીય બજારોમાં કિંમતી ધાતુમાં મજબૂતી નોંધવામાં આવી છે.આંતરરાષ્ટ્રીય બજારમાં સતત પાંચમાં સત્રમાં સોનાનો ભાવ વધીને 4350.60 અમરીકી ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. જે 1.16 ટકાનો વધારો સૂચવે છે. છેલ્લા પાંચ સત્રોમાં પીળી ધાતુમાં કુલ 159.32 અમેરિકી ડોલર એટલે કે 3.80 ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. જ્યારે કોમ એક્સ પર ફેબ્રુઆરી ના વાયદા વાળો સોનું 52.2 એટલે કે 1.21 ટકા વધીને 43 180.5 ડોલર પર પહોંચી ગયેલું જોવા મળ્યું.  ગત સપ્તાહ દરમિયાન તેમાં 85.3 ડોલર કે 2.1 ટકાની તેજી જોવા મળી છે. 


વિશેષજ્ઞઓના જણાવ્યા પ્રમાણે સોનાનો ભાવ અમેરિકી ડોલરમાં વધતા દેશભરની સોની બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત રોકાણકારો દ્વારા સલામત રોકાણની માંગના કારણે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જોકે અમેરિકી ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર હજુ પણ ઘટવાની સંભાવનાથી આગામી દિવસોમાં સોનાના ભાવ આસમાને પહોંચે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application