BREAKING NEWS

સોનાના ભાવમાં બીજા દિવસે મોટો ઉછાળો, રાજકોટમાં 10 ગ્રામના રૂ.1,28,200, ચાંદીના ભાવ પણ ઉછાળો

  • November 11, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશભરની સોની બજારોમાં આજે 2 નવેમ્બરને મંગળવારના રોજ સોનાના ભાવમાં ફરી એક વખત મોટો ઉછાળ જોવા મળ્યો છે. એમસીએક્સ પર 10 ગ્રામ સોનાનો ભાવ રૂ.1,25,000 પર પહોંરયો છે. એમસીએક્સ ગોલ્ડ ડિસેમ્બર કોન્ટ્રાક્ટસનો ભાવ 0.94 ટકાની તેજી સાથે રૂ.1,25,100 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેન્ડ કરતો જોવા મળ્યો છે. જ્યારે રાજકોટની સ્થાનિક સોની બજારમાં 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામમાં 1,900ના ઉછાળા સાથે રૂ. 1,28,200 પર ટ્રેન્ડ કરતાં જોવા મળી રહ્યા છે. તો આ તરફ ચાંદીના ભાવ પણ પ્રતિ કિલોગ્રામ ના 1.12 ટકા ઉછાળા સાથે રૂ.1,56,000 પર પહોંચી ચૂક્યા છે.


લગ્નગાળાના પ્રારંભની અસરથી સોનાના આભૂષણોની માગ હજુ પણ વધી શકે

સોની બજારના વિશ્લેષકોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક બજારમાં સોનાની તેજી પાછળ ફેડરિઝર્વ તરફથી વ્યાજ દરરોજ ઘટાડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે. આજે  ડોલરમાં સોનાનો ભાવ 4,100 ડોલર પ્રતિ ઔંસ પર ફ્રેન્ડ કરતા જોવા મળી રહ્યો છે. વર્તમાન સ્થિતિને જોતા ડિસેમ્બર મહિનામાં અમેરિકી સેન્ટ્રલ બેન્ક તરફથી વ્યાજ દરમાં ઘટાડો નજીકના દિવસોમાં થઈ શકે છે. જ્યારે દેશમાં લગ્નગાળાના પ્રારંભની અસરથી સોનાના આભૂષણોની માગ હજુ પણ વધી શકે છે. લગ્નગાળો લાંબો હોવાથી સોનાના ભાવમાં પણ તેજીની સંભાવના જોવામાં આવી રહી છે. જોકે દિવાળીના તહેવારો બાદ સોનાની ખરીદી કરનારા ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું રાજકોટની સોની બજારના ઝવેરીઓ જણાવી રહ્યા છે. 


તેજી પાછળના મોટા કારણોમાંથી એક વ્યાજદરોનો ઘટાડો

સોનાના ભાવમાં આ વર્ષે આવેલી તેજી પાછળના મોટા કારણોમાંથી એક વ્યાજદરોનો ઘટાડો છે. અમેરિકાથી આવેલા તાજા આંકડાઓ મુજબ જોબ માર્કેટની સ્થિતિ સારી નથી. જ્યારે ગ્રાહકોનું વલણ પણ ધીમો હોવાથી ફરી એક વખત વ્યાજદરોમાં ઘટાડો થઈ શકે છે. વિશેષજ્ઞ જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં એમસીએક્સ પર સોનાના ભાવ રૂ.1, 26,000 અને ચાંદીના ભાવ રૂ.1,58,000ની સપાટી સુધી પહોંચી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application