રાજકોટ તત્કાલીન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર્રની ગોંડલ શાખાના વર્ગ–૪ કર્મચારીને એક વર્ષ સળગં નોકરી કર્યા છતાં ગેરકાયદે છૂટા કરી દેવાયા અંગેના કેસમાં કર્મચારી નિવૃત્તિવય પણ વટાવી ગયા બાદ તેની તરફેણમાં ચુકાદો આવ્યો છે, જેમાં કર્મચારીને . ૨.૫૦ લાખ ૬૦ દિવસમાં ચૂકવવામાં ન આવે તો તે રકમ ૭.૫ ટકા વ્યાજ સાથે ચૂકવવા કેન્દ્રીય ઔધોગિક અદાલતે હત્પકમ કર્યેા છે. આ અંગેની હકીકત મુજબ તત્કાલીન સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર્રમાં એપ્રિલ ૧૯૯૩થી માર્ચ ૧૯૯૪ સુધી સળગં નોકરી કરનાર પ્યૂન હરેશ મનસુખલાલ વ્યાસને કોઈપણ જાતની નોટીસ આપ્યા વિના કે બેકારી વળતર આપ્યા વિના છુટા કરી દિધેલ હતા, અને જગ્યા ખાલી હોવા છતાં અન્ય કર્મચારીની નિમણુકં કરેલી. આથી કામદાર હરેશ વ્યાસે આસી. કમીશ્નર ઓફ લેબર (સેન્ટ્રલ) ભુજ મારફત, ઔધોગીક અદાલત રાજકોટને રેફરન્સ કરાવેલો, પરંતુ સંબંધીત સમયે સેન્ટ્રલ ગર્વમેન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ રાજકોટમા ન હોય સદરહત્પ ફાઈલ સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલ અમદાવાદને ટ્રાન્સફર થયેલ. દરમિયાન મજકુર કામદારને બેંકે તા.૩– ૯– ૧૯૯૮ના રોજ તેઓ રેગ્યુલર પોસ્ટ ઉપર કામ કરતા હતા તેવું સર્ટિફિકેટ પણ આપેલ હતું, આશરે ૧૨ વર્ષ બાદ ફરીથી સદરહત્પં કેસ ઈન્ડ. ટિ્રબ્યુનલ (સેન્ટ્રલ) રાજકોટને ટ્રાન્સફર થયેલ હતો. આ કેસ ચાલવા ઉપર કામદાર હરેશ વ્યાસે વતી રજુઆત કરવામાં આવેલ કે, પાર્ટ ટાઈમ કર્મચારી પણ ઔધોગીક વિવાદ ધારાના ૨ (એસ) મુજબ કામદારની વ્યાખ્યામાં આવે છે. તેઓની જગ્યા કાયમી હતી, છતાં મજકુર કામદારને છુટા કરવાનું બેંકનું પગલું ગેરકાયદેસર અને ગેરવ્યાજબી છે. આ કેસમાં ઔધોગીક અદાલત (સેન્ટ્રલ) નાં માલવીયાએ વિસ્તૃત ચુકાદો આપતા ઠરાવેલ છે કે રેકોર્ડ ઉપર રજુ થયેલ દસ્તાવેજોથી પુરવાર થાય છે કે મજકુર કામદારએ સળગં ૨૪૦–દિવસ કામ કરેલ છે. અને મેનેજમેન્ટએ તેઓને કયારેય કામ ઉપર બોલાવેલ નથી. મજકુર કામદારને છુટા કર્યાના લાંબા સમય પછી ઔધોગીક વિવાદ ઉપસ્થિત કરેલ હોય, કામદારને નોકરીમાં પરત ન લઈ શકાય પરંતુ હાલ મજકુર કામદારની ઉમર ૬૦ વર્ષ ઉપરની છે. આથી અગાઉ ભીખાભાઈ સોલંકી વિ. એકઝી. એન્જિનિયરના કેસમાં ગુજરાત હાઈકોર્ટે આપેલ ચુકાદા મુજબ મજકુર કામદારની નોકરી ૫–વર્ષ કરતા ઓછી હોય સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર્રે વળતરના ા.૨.૫૦ લાખ ચુકવવાનો રાજકોટ ઔધોગીક અદાલતે હત્પકમ કરેલ છે. જો ઉપરોકત રકમ ૬૦ દિવસમાં ન ચુકવવામા આવે તો બેંકને આ રકમ ઉપર ૭.૫% વ્યાજ ચુકવવાનો હત્પકમ કર્યેા છે. આ કેસમાં બેંક કર્મચારી વતી એડવોકેટ પંકજ દેસાઈ અને સુનીલ વાઢેર રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application