BREAKING NEWS

ગોંડલ નો ભાતીગળ લોકમેળો ખુલ્લો મુકાયો : સાત દિવસ લોકો મેળાની રંગત માણશે

  • September 03, 2026 09:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ પછી રંગારંગ લોકમેળા માં બીજા ક્રમ નાં ગણાતાં ગોંડલ લોકમેળા ને સંતો મહંતો નાં હસ્તે આજે ખુલ્લો મુકાયો હતો.ગોંડલ શહેર તથા તાલુકાનાં 82 ગામડા અને કોટડા સાંગાણી,વિછીયા અને જશદણ પંથક નાં લોકો હજારો ની સંખ્યા માં ગોંડલ મેળો માણવાં ઉમટી પડતાં હોય છે. આજ થી શરુ થયેલો લોકમેળો તા.9 સુધી ચાલુ રહેશે. લોકમેળા નાં મુખ્ય સ્ટેજ પરથી ધારાસભ્ય નાં પ્રતિનિધિ ગણેશભાઈ જાડેજા,અગ્રણી અશોકભાઈ પીપળીયા નગરપાલિકા નાં પ્રમુખ મનિષાબેન ગોવાણી, ઉપપ્રમુખ મનિષભાઈ રૈયાણી,કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહીત પદાધિકારીઓ,નગરપાલિકા નાં સદસ્યો અને આગેવાનો ની હાજરી વચ્ચે વડવાળી જગ્યા નાં મહંત પુ.સિતારામબાપુ,મામાદેવ મંદિર નાં મહંત પુ.ચંદુબાપુ તથા ગણેશભાઈ નાં હસ્તે લોકમેળો ખુલ્લો મુકાયો હતો. મેળો માણવા આવતા લોકો માટે સીસી ટીવી કેમેરા,વિમા કવચ સહીત સુરક્ષા અને સલામતી નો ચુસ્ત બંદોબસ્ત કરાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application