કેન્દ્ર સરકાર ૧ એપ્રિલથી દેશી ચણા પર ૧૦ ટકા આયાત ડ્યુટી લાદવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી સ્થાનિક પુરવઠો વધારવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે ગયા વર્ષે મે મહિનાથી અમલમાં રહેલી ડ્યુટી-મુક્ત આયાત નીતિનો અંત આવશે.
આ ડ્યુટી મુક્તિ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ હતી
નાણા મંત્રાલય દ્વારા 27 માર્ચે જાહેર કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, 1 એપ્રિલથી ચણાની આયાત પર 10 ટકા ડ્યુટી લાદવામાં આવશે. સ્થાનિક ઉપલબ્ધતા વધારવા અને કિંમતોને કાબુમાં રાખવા માટે સરકારે ગયા વર્ષે મે મહિનામાં ચણાની ડ્યુટી-મુક્ત આયાતને મંજૂરી આપી હતી. આ ડ્યુટી મુક્તિ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ હતી.
ઓસ્ટ્રેલિયા અને તાંઝાનિયાથી દેશી ચણાની આયાત થાય છે
આ પગલું સ્થાનિક ખેડૂતોને ટેકો આપવા, કઠોળમાં આત્મનિર્ભરતા વધારવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવાની સરકારની પ્રતિબદ્ધતાને સાબિત કરે છે. ભારત સ્થાનિક પુરવઠાની અછત અને વધતી કિંમતોને પહોંચી વળવા માટે મોટા પ્રમાણમાં ચણાની આયાત કરે છે, અને સરકાર ક્યારેક ક્યારેક આયાત ડ્યુટી દૂર કરે છે. આથી ઓસ્ટ્રેલિયા અને તાંઝાનિયા જેવા દેશોમાંથી દેશી ચણાની આયાતને પ્રોત્સાહના મળે છે.
નાણાકીય વર્ષ 25 મા ઉત્પાદન વધીને 11.54 મિલિયન ટન થવાનો અંદાજ
કૃષિ મંત્રાલયના આંકડા અનુસાર, ચણાના ઉત્પાદનમાં વધઘટ જોવા મળી છે. નાણાકીય વર્ષ ૨૦૨૨મા ઉત્પાદન ૧૩.૫૪ મિલિયન ટન હતું, જે નાણાકીય વર્ષ ૨૩ મા ઘટીને ૧૨.૨૭ મિલિયન ટન અને નાણાકીય વર્ષ ૨૪ મા વધુ ૧૧૧.૦૪ મિલિયન ટન થયું. નાણાકીય વર્ષ 25 મા ઉત્પાદન થોડું વધીને 11.54 મિલિયન ટન થવાનો અંદાજ છે.
2024 માં ચણાની આયાતને ડ્યુટી ફ્રી કરવામાં આવી હતી
સ્થાનિક ઉત્પાદન ઓછું હોવાને કારણે મે 2024 માં ચણાની આયાતને ડ્યુટી ફ્રી કરવામાં આવી હતી. પહેલા 10% આયાત ડ્યુટી હતી. ઈન્ડિયા પલ્સીસ એન્ડ ગ્રેઈન્સ એસોસિએશનના ચેરમેન બિમલ કોઠારીએ જણાવ્યું હતું કે, "આ એક સારું પગલું છે. સરકારે હવે પીળા વટાણાની ડ્યુટી-ફ્રી આયાત પણ બંધ કરવી જોઈએ. પીળા વટાણાની ડ્યુટી-ફ્રી આયાત ભારતીય ખેડૂતોના હિતોને નુકસાન પહોંચાડી રહી છે.
ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ઉત્પાદક, ગ્રાહક અને આયાતકાર દેશ
ભારત વિશ્વનો સૌથી મોટો કઠોળ ઉત્પાદક, ગ્રાહક અને આયાતકાર દેશ છે, પરંતુ તાજેતરના વર્ષોમાં સ્થાનિક ઉત્પાદનને અસર કરતી અનિયમિત આબોહવાની પેટર્નને કારણે આયાત પર તેની નિર્ભરતા વધી છે. 2024 મા ભારતની કઠોળની આયાત લગભગ બમણી થઈને રેકોર્ડ 6.63 મિલિયન ટન થઈ ગઈ જે પાછલા વર્ષના 3.31 મિલિયન ટન હતી. આ આયાત દેશના કુલ સ્થાનિક વપરાશના લગભગ એક ચતુર્થાંશ હિસ્સો ધરાવે છે, જે અંદાજે 27 મિલિયન ટન છે.
ઉલ્લેખનીય છે કે સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ચણાનું ઉત્પાદન ૧.૧૫ કરોડ ટન થવાનો અંદાજ છે, જ્યારે પાછલા નાણાકીય વર્ષમાં તે ૧.૧૦ કરોડ ટન હતું. દેશી ચણામાં પાચક રેશાનું પ્રમાણ કાબુલી ચણાને મુકાબલે ઘણું વધારે હોય છે. આને કારણે ડાયાબિટીશ ધરાવતા લોકો માટે વધુ ફાયદાકારક છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસના વરિષ્ઠ નેતા ગિરિજા વ્યાસનું 79 વર્ષની વયે નિધન, દાઝી જવાથી થયા હતા ગંભીર
May 01, 2025 11:05 PMજામનગરની જીજી હોસ્પિટલ ફરી આવી વિવાદમાં
May 01, 2025 07:11 PMપાકિસ્તાનને સતાવી રહ્યો છે ભારતનો ડર? કરાચી-લાહોર એર સ્પેસ અસ્થાયી રૂપે બંધ
May 01, 2025 07:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech