વાલ્મિકી પિક્ચર્સ અને જલિયાન ગ્રુપ દ્વારા નિર્મિત તથા ડિરેક્ટર અર્ણવ કુમાર દ્વારા નિર્દેશિત સાહસ અને ઇમોશનથી ભરપૂર મલ્ટીસ્ટારર ફિલ્મ ‘ગેટ સેટ ગો’ આગામી સાતમી ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ગુજરાતી સિનેમાને એક નવા જ સ્તર પર લઈ જતી આ ફિલ્મમાં બોલીવુડના જાણીતા અભિનેતા દીપક તિજોરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આજે આ ફિલ્મની સ્ટારકાસ્ટ આજકાલની શુભેચ્છા મુલાકાતે આવી હતી. આજકાલના એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.
દિપક તિજોરીની સાથે સ્ટારકાસ્ટમાં જીનલ બેલાણી, ભૌમિક સંપત, ઓમ ભટ્ટ અને સંવેદના સુવાલ્કા પણ આજકાલના આંગણે આવ્યા હતા. તેઓએ પણ ફિલ્મની વાર્તા વિશે સવિશેષ વાત કરી હતી.
દિપક તિજોરીએ જણાવ્યું હતું કે, 25 વર્ષ પહેલા મેં ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. હવે ફરી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાનો મોકો મળ્યો છે. હવે ગુજરાતી ફિલ્મો પણ મરાઠી, હિન્દી ફિલ્મોની સમકક્ષ બની રહી છે. હાલ જેન-ઝી ગુજરાતી ફિલ્મોમાં રસ લેતા થયા છે. ગુજરાતી ફિલ્મમાં સારામાં સારું આવે તો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ગેટ સેટ ગો ફિલ્મમાં જેન-ઝીને જોવાની મજા પડશે. ફિલ્મમાં ડાયલોગ પણ રસપ્રદ છે.
આ ફિલ્મની સૌથી મોટી અને આકર્ષક કડી તેનું ટેકનિકલ પાસું છે. ફિલ્મમાં અદભુત સુપર વીએફએક્સ અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જશે. સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને એક્શન સીન્સને વીએફએક્સના માધ્યમથી એટલા સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે કે દર્શકો પલક ઝપકાવવાનું ભૂલી જશે. પ્રાદેશિક સિનેમામાં આ કક્ષાની વિઝ્યુઅલ ટ્રીટ કદાચ પ્રથમ વાર જોવા મળશે.
ટેકનિકલ દ્રષ્ટિએ આ ફિલ્મ ગુજરાતી સિનેમાને એક વૈશ્વિક સ્તર પર લઈ જવા માટે સંપૂર્ણ તૈયાર છે. ફિલ્મમાં અદભુત સુપર વીએફએક્સ અને અત્યાધુનિક કમ્પ્યુટર ગ્રાફિક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સાઇકલ સ્ટન્ટ્સ, હાઈ-સ્પીડ ચેઝ સિક્વન્સ અને અદભુત એક્શન સીન્સને વીએફએક્સના માધ્યમથી અત્યંત સચોટ અને રોમાંચક બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, અમદાવાદના આઇકોનિક રિવરફ્રન્ટના શાનદાર દ્રશ્યો અને સ્ક્રીન પર દેખાતી ઉચ્ચ ગુણવત્તાની વિઝ્યુઅલ ટ્રીટ દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે.
‘ગેટ સેટ ગો’ની વાર્તા આત્મવિશ્વાસ, સાહસ, ઇમોશન અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર છે. ફિલ્મમાં અભિનેત્રી જીનલ બેલાણી સહિતના કલાકારો સાઇકલ પર સાહસિક અને આશ્ચર્યચકિત કરી દે તેવા સ્ટન્ટ્સ કરતા જોવા મળે છે. ફિલ્મમાં આ બધા હીરોઝ નથી, ક્રિમિનલ્સ પણ નથી પરંતુ 'ચિરંજીવીઝ' છે!" જેવા સંવાદો વાર્તાની રહસ્યમયી બાજુ તરફ ઈશારો કરે છે. આ એક્શન-પેક્ડ વિઝ્યુઅલ રાઈડ અનુભવવા માટે હવે દર્શકોમાં સાતમી ઓગસ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
રાજકોટની મુલાકાત દરમિયાન ટીમે રાજકોટના વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી અને મુશ્કેલીમાં મુકાયેલા સ્થાનિક પરિવારોને ફૂડ પેકેટ્સ તથા પીવાના પાણીની બોટલોનું વિતરણ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સરાહનીય સેવા કાર્યમાં અભિનેતા દીપક તિજોરી, જીનલ બેલાણી, ભૌમિક સંપત, સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ તેમજ સમગ્ર 'ટીમ ચિરંજીવી' ઉત્સાહભેર ઉપસ્થિત રહી હતી અને પૂરપીડિતોની મદદ કરી સાચા અર્થમાં 'હીરો' સાબિત થયા હતા.
દિગ્ગજ કલાકારો એકસાથે પડદા પર ધમાલ મચાવશે
‘ગેટ સેટ ગો’ ફિલ્મમાં દિપક તિજોરીની સાથે ગુજરાતી સિનેમાના કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી (જેમણે ફિલ્મની વાર્તા પણ લખી છે), સંવેદના સુવાલ્કા, ઓમ ભટ્ટ, રોનક કામદાર, ભવ્ય ગાંધી, શરદ શર્મા, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ઝા, ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક, મંથન પલેજા અને અસ્મિત જોશી જેવા દિગ્ગજ કલાકારો એકસાથે પડદા પર ધમાલ મચાવશે. ‘ગેટ સેટ ગો’ ની વાર્તા માત્ર સાઇકલિંગ પૂરતી સીમિત નથી, પરંતુ તે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટે લડાતી એક ઉર્જાસભર સફર દર્શાવે છે.
ગેટ સેટ ગો સાઇકલ રેસિંગની ફિલ્મ છે
સંવેદના સોવાલ્કાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ સાઇકલ હાઇકની છે. રેસની ફિલ્મ છે, અમે બધાએ સાઇકલ ચલાવી છે. ગુજરાતી ફિલ્મ હવે રિફ્લેક્ટ કરે છે. હું જામનગરથી છું. જીનલે જણાવ્યું હતું કે, કોી ટીઝર જોશે એટલે બધાને સમજાય જશે. ફેમિલી સાથે જોઈ શકાય તેવી ફિલ્મ છે. એન્ટરટેઈન્ટમેન્ટ ખૂબ જ છે. ફિલ્મમાં સાઈકલ સ્ટન્ટ બહુ કર્યા છે. ઓમ ભટ્ટે જણાવ્યું હતું કે ફિલ્મમાં મારુ પાત્ર પરેશનું છે. ગંભીર પરિસ્થિતિમાં મારે હસાવવાનું પાત્ર છે. મને એક્શન ફિલ્મ જોવાની બહુ મજા આવે છે. ફિલ્મમાં અમે લીમડાના ધુમાડા કર્યા છે બાકી વીએફએક્સ છે. સાઈકલ ચલાવી એક્સરસાઈઝ પણ સારી થઈ છે બધાની. મોટા પડદા પર જોવાલાયક ફિલ્મ છે.